ડીસામાં આંતરિક વિરોધ ફરી ભાજપને ડુબાડશે ? ચૂંટણી પહેલા આંતરિક વિવાદ ચરમસીમાએ

ભરત સુંદેશા,બનાસકાંઠા: જિલ્લામાં ત્રણ નગરપાલિકાની ચૂંટણી યોજવા જઈ રહી છે. ચૂંટણી પંચના જાહેરનામાં બાદ ચૂંટણી લડવા ઈચ્છુંક ઉમેદવારો હવે સ્થાનિક સંગઠન અને સત્તાધારીઓ પાછળ આંટાફેરા શરૂ કર્યા છે. ત્યારે ડીસા અને પાલનપુર પાલિકા ગતટર્મમાં આબરૂ બચે તેટલી જીત મેળવી આખરે અપક્ષ સભ્યોના સહારે સત્તા ભેગા થયા હતા. ત્યારે આ વખતે ભાજપની આંતરિક લડાઈ ભાજપને નુકસાન કરશે કે પાટીલની ડરથી આખરે વિરોધીઓ એક થશે તે જોવાનું છે.પણ હવે વાર વિગતવાર કરીયે.

ડીસા પાલિકામાં 11 વોર્ડમાં 44 સભ્યો ચૂંટાયા જેમાં 21 ભાજપ અને 23 અપક્ષ ચૂંટાઈ આવ્યા હતા. જેમાં પણ આંતરિક સ્થાનિક નેતાગીરીમાં વિખવાદના કારણે ભાજપ સત્તાથી નહીં મેળવી શકે જે ડરથી આખરે ભાજપએ બન્ને જૂથના આગેવાનોને જ ટિકીટ આપી ચૂંટણી લડવા મજબુર કર્યા જેથી નવરા પડે નહીં અને ભાજપને નુકસાન કરાવે નહીં જે આશયથી ભાજપએ હાલના ધારાસભ્ય શશીકાંત પંડ્યાને ટિકિટ આપી ચૂંટણી લડવા મજબુર કર્યા. તો વેસ્ટન રેલવે બોર્ડના સલાહકાર સભ્ય પ્રવીણ માળીને પણ ચૂંટણી લડવી પડી જ્યારે જિલ્લા ભાજપ ના મહામંત્રી અમરત દવે ને પણ ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા આમ પાંચથી સાત રાજકીય આગેવાનો ને મેદાને ઉતારતા માંડ 44 માંથી 21 બેઠક ભાજપ પાસે આવી અને આખરે અપક્ષના ઘૂંટણિયે પડીને લોભ, લાલચ કે જે પણ આપવું પડે તે આપીને સત્તા હાંસલ કરી પ્રવીણ માળી પ્રમુખ બન્યા.

ત્યારે હાલની ડીસા ની રાજકીય સ્થિતિ ગત પાંચ વર્ષ કરતા પણ વધુ વિવાદિત છે. હાલમાં એક તરફ વેર હાઉસના ચેરમેન મગનલાલ માળી કે, જેઓ સ્થાનિક ચેનલના માલિક છે તેઓ ખુદ ભાજપની પોલ પોતાની ચેનલના માધ્યમથી ખોલી રહ્યા છે. જેથી ભાજપને નુકસાન થશે તે સ્વભાવિક છે. તો પ્રવીણ માળીના સમયમાં જે કરોડો ના ખર્ચે બગીચો બનેલ જેને ડીસાના ધારાસભ્ય અને તત્કાલીન પાલિકા સભ્ય શશીકાંત પંડ્યાએ વિવાદમાં નાખી મનાઈ હુકમ લાવી દઈ પ્રજાનું સપનું રોળી દેતા પ્રવીણ માળી પણ ક્યાંક અંદરખાને વિરોધમાં રહેશે. ત્યારે ડીસા ભાજપનું સંગઠનને છેલ્લા ઘણા સમયથી ડીસાના ધારાસભ્ય સાથે મનમેળ આવતો ન હોઈ તેઓ ધારાસભ્યથી વિપરીત દીશામાં કામ કરી રહ્યા છે.

ત્યારે ધારાસભ્ય અને તત્કાલીન પાલિકા સભ્ય શશીકાંત પંડ્યા ધારાસભ્ય બન્યા બાદ સંગઠન ને વિશ્વાસ માં લીધા વગર નિર્ણય લઇ રહ્યા છે. સાથે સ્થાનિક રાજકીય આગેવાનો ને પણ ગાંઠતા ન હોઈ તેઓથી નારાજ આખું જૂથ ચૂંટણીમાં નિષ્ક્રિય રહી શકે છે.

જોકે ડીસાની રાજકીય પરીસ્થિતિથી વાકેફ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે ડીસાના સંગઠનને બોલાવી સમગ્ર ડીસાની ચૂંટણી પર ચર્ચા કરશે. સાથે સંગઠન ના કહ્યા મુજબ ટીકીટ મળે જે માટેની માગણી પણ કરશે.

જોકે હવે આ ચૂંટણી માં ડિસા માં રાજકીય ગ્રુપ માં એક ગ્રુપ મગનલાલ માળીનું તેઓ પોતાના સમર્થકો માટેની માગણી કરશે અને નહિ મળે તો પાર્ટી માટે તો મદદ કરશે પરંતુ ઉમેદવાર થી ચોક્કસ નારાજ રહેશે.તો બીજી તરફ પ્રવીણ માળી તેઓ પણ પોતાના સમર્થકો માટે માંગ કરશે અને સંગઠન પણ માગણી કરશે અને છેલ્લે ધારાસભ્ય જો તેમનુ ટીકીટ વહેંચણી માં ન ચાલ્યું અને જરૂરી ટીકીટ ન મળી તો તેઓ પાર્ટીના સિસ્ત મુજબ અને પોતાની આબરૂ બચાવવા મદદ કરશે પણ સમય અનુકૂળતાએ આમ ડીસા પાલિકા ની ચૂંટણી માં સત્તા બચાવવી આ વખતે ભાજપ માટે એડીચોટી નો જોર લગાવવા જેવું છે..એ પણ જો તમામ રાજકીય નેતાઓ એક થશે તો.

આમતો ભાજપમાં એક માસ્ટરી છે કે ગમે તેવા આંતરિક વિરોધ ને પણ એકજુથ કરીને પોતાની માક્ષિકા પૂર્ણ કરી દે છે.એટલે હવે પ્રદેશ પ્રમુખ નું તેંડુ સંગઠન બાદ સત્તાધારીઓ પર આવશે અને આખરે એકમેક થવાની વાત આવશે તો જ સત્તા ભાજપ બચાવી શકશે.

હાલ તો ડીસા માં જાહેરનામાં.બાદ રાજકીય ગરમાવો આવી જવા પામ્યો છે અને ટીકીટ વાંચુંકો પોતાના ગુરુ સમાજ રાજકીય નેતાઓ પાસે આંટાફેરા શરૂ કર્યા છે ત્યારે આખરે સેન્સ અને બાદ માં કોના મેન્ડેડ આવે છે તે આવનાર સમય બતાવશે..અને પરિણામ શુ આપવું તે ડીસાના.મિજાજી મતદારો નક્કી કરશે..

આજે સેન્સ લેવાશે

ડીસા પાલિકામાં ચૂંટણી લડવા માંગતા વરઘોડીયા આજે પોતાનો સેન્સ નિરીક્ષકો સમક્ષ રજુ કરશે, ત્યારે ડીસામાં આજે સેન્સ માટે રાફડો ફાટે તેવી શક્યતાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap