મહિલા પાયલોટ દ્વારા ચલાવવામાં આવેલા એર ઈન્ડિયાની સૌથી લાંબી ડાયરેક્ટ ફ્લાઇટને બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડ કરીને ઇતિહાસ રચ્યો છે. સેન ફ્રાન્સિસ્કોથી ઉડાન ભરી આ ફ્લાઇટ 11 જાન્યુઆરીએ સવારે નોર્થ પોલથી 16,000 કિલોમીટરની મુસાફરી કરીને બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી હતી.
આ ફ્લાઇટ લગભગ 17 કલાક લાંબી હતી. આ ફ્લાઇટનું સંચાલન કેપ્ટન ઝોયા અગ્રવાલની આગેવાની હેઠળ કેપ્ટન પપગિરી થનમઇ, કેપ્ટન આકંક્ષા સોનવરે અને કેપ્ટન શિવાની માનહરે કર્યું હતું.
બેંગલુરુ એરપોર્ટ પર મહિલા પાઇલોટનું ભવ્ય સ્વાગત કરાયું હતું. એર ઇન્ડિયાએ મહિલા પાઇલોટની તસવીરો પોસ્ટ કરી અને લખ્યું, “વેલકમ હોમ.”આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનવા બદલ અમે AI176ના મુસાફરોનો પણ આભાર માન્યે છે.”
કેપ્ટન ઝોયા અગ્રવાલે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, આજે અમે માત્ર નોર્થ પોલ ઉપર ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો નથી, પરંતુ તમામ મહિલા પાઇલોટ પણ આમ કરીને સફળતાપૂર્વક ઇતિહાસ રચ્યો છે. અમે તેનો ભાગ બનીને બધાં ખુશ છીએ. આ માર્ગથી 10 ટન ફ્યુલની બચત થઈ છે.”
નાગરિક ઉડ્ડયનમંત્રી હરદીપ સિંહ પુરીએ પણ આ ઐતિહાસિક સિદ્ધિ બદલ મહિલા પાઇલોટને અભિનંદન પાઠવ્યા હતા. તેણે એક ટ્વિટમાં લખ્યું છે, ‘આ ક્ષણની ઉજવણી કરતાં ભારતની મહિલા પાઇલોટ ઇતિહાસ રચ્યો હતો. નોર્થ પોલ ઉપરથી પસાર થતી વખતે સેન ફ્રાન્સિસ્કોથી બેંગલુરુ જવા માટે કેપ્ટન ઝોયા અગ્રવાલ, કેપ્ટન પાપાગિરી થનમઇ, કેપ્ટન આકાંક્ષા સોનવરે અને કેપ્ટન શિવાનીને અભિનંદન.”
ઉડ્ડયન નિષ્ણાતોના જણાવ્યા મુજબ નોર્થ પોલની ઉપર ઉડાન એકદમ તકનીકી છે અને તેમાં કૌશલ્ય અને અનુભવની જરૂર છે. એર ઇન્ડિયાના પાઇલોટ ધ્રુવીય રૂટ પર પહેલેથી જ ઉડાન ભરી ચૂક્યા હોવા છતાં, આ પહેલીવાર છે જ્યારે કોઈ મહિલા પાઇલોટ ટીમે નોર્થ ધ્રુવ ઉપર ઉડાન ભરી હતી.
