ટીમ ઇન્ડિયાએ બ્રિસ્બેનમાં રમાયેલી ચોથી ટેસ્ટ સીરીઝમાં જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે. 33 વર્ષ બાદ બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયા હાર્યું છે. ભારતે ટેસ્ટ સીરીઝમાં પણ 2-1થી જીતી મેળવી છે. ગાબા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચના પાંચમાં અને છેલ્લા દિવસે મંગળવારે ભારતે ઓસ્ટ્રેલિયાનો 328 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો, જેમાં 7 વિકેટ ગુમાવી અને છેલ્લી ટેસ્ટ 3 વિકેટથી જીતી લીધી હતી.
ગિલ અને પંતે જોરદાર બેટિંગ કરી
બીજી ઇનિંગમાં ભારતને જીતવા માટે 328 રનની જરૂર હતી. રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગમાં આવ્યા હતા. રોહિત શર્મા માત્ર 7 રન બનાવી શક્યા હતા. ત્યાર બાગ પુજારા અને ગિલ વચ્ચે શાનદાર ભાગીદારી રહી હતી. ગિલે 91 અને પૂજારાએ 56 રન બનાવ્યા હતા. કેપ્ટન રહાણે કંઈ ખાસ કરી શક્યો નહીં અને 24 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. પરંતુ ઋષભ પંતે શાનદાર ઇનિંગ્સ રમી હતી અને 80 રન ફટકાર્યા હતા.
બીજી ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયા 294 રનમાં સમેટાઈ ગઈ
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગ્સમાં 369 રન બનાવ્યા હતા અને ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 336 રન પર રોકતા બીજી ઇનિંગ્સમાં 33 રનની લીડ ઉતરી હતી. ભારતે બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને 294 રનમાં સમેટાઈ ગઈ હતી.
પ્રથમ ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાને લીડ મળી
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લીબુશેન અને કેપ્ટન પેનની સારી બેટિંગથી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ પારીમાં 369 રન બનાવ્યા હતા. ભારત તરફથી નટરાજન અને શાર્દુલ ઠાકુરે 3-3 વિકેટ લીધી હતી.
ભારતે પ્રથમ પારીમાં 369 સામે 336 રન બનાવ્યા હતા. નીચલા ક્રમમાં બેટિંગ કરતા વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરે શાનદાર ભાગીદારી નોંધાવી હતી. ઓસ્ટ્રેલિયન બોલર હેઝલવુડે શાનદાર બોલિંગ કરી ટીમ ઈન્ડિયાના 5 ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
