ICMRનો દાવો: ભારતે કોરોના વાયરસના નવા સ્ટ્રેનને સફળતાપૂર્વક અલગ કર્યા

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શનિવારે કહ્યું હતું કે ભારતે બ્રિટનના કોરોના વાયરસના નવા સ્ટ્રેનને સફળતાપૂર્વક ‘કલ્ચર’ કર્યું છે.

જણાવી દઈએ કે કલ્ચર’ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા કોશિકાઓને નિયંત્રિત પરિસ્થિતિઓની હેઠળ ઉગાળવામાં આવે છે અને સામાન્ય રીતે તેમના પ્રાકૃતિક વાતાવરણની બહાર રાખવામાં આવે છે.

શનિવારે એક ટ્વિટમાં ICMRએ દાવો કર્યો છે કે, બ્રિટનથી સામે આવેલા SARS-CoV-2ના નવા વેરિએન્ટને હજી સુધી કોઈ પણ દેશ સફળતાપૂર્વક અલગ અથવા ‘કલ્ચર’ કરી શક્યો નથી.

ICMRએ કહ્યું કે,યુકેમાં તમામ પ્રકારના સ્વરૂપો સાથે રજૂ કરાયેલા નવા પ્રકારનાં વાયરસ હવે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજીમાં સફળતાપૂર્વક અલગ અને કલ્ચર કરી દેવામાં આવ્યા છે. આના નમૂનાઓ બ્રિટનથી પરત આવેલા લોકો પાસેથી એકત્ર કરવામાં આવ્યા હતાં.

બ્રિટને હાલમાં જાહેરાત કરી હતી કે, ત્યાંના લોકોમાં વાયરસનું નવા સ્ટ્રેન જોવા મળ્યું છે. પ્રારંભિક વિશ્લેષણના આધારે, એવું કહેવામાં આવતું હતું કે તે 70 ટકા વધુ સંક્રામક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap