ભારતમાં કોરોનાના કેસ વધીને 1,02,07,871 પહોંચી ગયા છે એક દિવસમાં 20,021નવા પોઝિટિવ કેસ નોંધાય છે. જ્યારે આ બીમારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 97,82,669 થઈ છે, જે રાષ્ટ્રીય રિકવરી દર વધારીને 95.83 ટકા થઈ ગયો છે.
કેન્દીય સ્વાસ્થ્ય મંત્રાયલના આંકડાઓ અનુસાર, પાછલા 24 કલાકમાં કોરોનાથી 279 નવા મોત સાથે મરનારાઓની સંખ્યા વધીને 1,47,901 પહોંચી છે. દેશમાં હજુ પણ COVID-19 મૃત્યુ દર 1.45 નોંધાયો છે. જોકે, રાહતની વાતએ છે કે, કોરોના સંક્રમણના સંક્રિય કેસ ત્રણ લાખથી પણ ઓછા છે. દેશમાં 2,77,301 સક્રિય કોરોનાના કેસ નોંધાય છે. જ્યારે કુલ કેસલોડ 2.72 ટકા છે.
ભારતની COVID-19 ટેલી 7 ઓગસ્ટના રોજ 20 લાખ, 23 ઓગસ્ટના રોજ 30 લાખ, 5 સપ્ટેમ્બરના રોજ 40 લાખ અને 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખને પાર પહોંચી ગયા છે. 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરના રોજ 90 લાખ અને 19 ડિસેમ્બરે એક કરોડનો આંકડો પાર કરી ગયા છે.
279 નવા લોકોમાં મહારાષ્ટ્રના 66, પશ્ચિમ બંગાળના 29, દિલ્હીના 16, કેરળના 25 અને ઉત્તર પ્રદેશના 13 છે.
દેશમાં મહારાષ્ટ્રમાંથી 49,255, કર્ણાટકથી 12,062, તમિળનાડુથી 12,069, દિલ્હીથી 10,453, પશ્ચિમ બંગાળથી 9,598, ઉત્તર પ્રદેશથી 8,306, આંધ્રપ્રદેશમાંથી 7,094 અને પંજાબથી 5,299 સહિત કુલ દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,47,901 મોત થયા છે.
ગુજરાતમા પાછલા 24 કલાકમાં 850 નવા કેસ નોંધાય છે અને 7 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને 2,41,845 પર પહોંચી ગયો છે.
