વર્ક ફ્રોમ હોમ કરી રહેલા લોકો માટે સ્માર્ટફોન અને લેપટોપ જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. દિવસભર લેપટોપ પર કામ કરતી વખતે, જો તમે અચાનક વીજળી જતી રહે અને તમારૂ લેપટોપમાં ચાર્જિંગ નહોય, તો તમે મુશ્કેલીમાં મુકાઈ જાઓ છો. આવી સ્થિતિમાં, EVM કંપનીએ યુઝર્સની સુવિધા માટે ભારતનું પ્રથમ લેપટોપ પાવર બેંક લોન્ચ કર્યું છે. જેની મદદથી તમે કોઈપણ સમયે ગમે ત્યાં તમારા લેપટોપને ચાર્જ કરી શકો છો. લેપટોપ બેટરી ડિસ્ચાર્જ થાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, ખાસ કરીને મુસાફરી દરમિયાન. ચાલો જાણીએ ભારતના પ્રથમ લેપટોપ પાવર બેંક EVM ENLAPPOWER વિશે…
EVM ENLAPPOWER લેપટોપ પાવર બેંક 9,999 રૂપિયાની કિંમતે ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. તેમાં 20000mAh બેટરી છે અને તે યુએસબી સી પોર્ટ સાથે આવે છે. યૂઝર્સ મોડર્ન યૂએસબી સી પોર્ટવાળા લેપટોપને સરળતાથી ચાર્જ કરી શકે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, ભારતમાં યુએસબી સી પોર્ટ વાળા લેપટોપની સંખ્યા ખૂબ ઓછી છે. આ EVM ENLAPPOWER લેપટોપ પાવર બેંક, ખાસ કરીને વિજય સેલ્સ પર ખરીદી માટે ઉપલબ્ધ રહેશે.
EVM ENLAPPOWER લેપટોપ પાવર બેંકના ફિચર્સ
EVM ENLAPPOWER લેપટોપ પાવર બેંકની મદદથી યૂઝર્સ જે લેપટોપ ચાર્જ કરી શકે છે તેમાંના Macbook, Macbook Air, Macbook Pro, MS Surface Pro, Dell XPS 13, HP Spectre x360, Lenovo IdeaPad, LG Gram અને Asus Zenbook 13નો સમાવેશ થાય છે. આ પાવર બેંક 3 વર્ષની વોરંટિ સાથે આવે છે. આ ડિવાઇસ અલ્ટ્રા પ્રીમિયમ મેટલ બોડી અને ક્લાસી લુક સાથે આવે છે. અન્ય સુવિધાઓની વાત કરવામાં આવે તો, તેમાં 4 ફૂટ લાંબી ટાઇપ સી અને તેની સાથે સિંક કેબલ મળશે. સૌથી અગત્યની બાબત એ છે કે હવાઈ મુસાફરી દરમિયાન EVM ENLAPPOWER પાવર બેંક એકદમ સુરક્ષિત છે.
