ભારતની પ્રથમ સ્વદેશી mRNA ટેકનીક આધારિત કોરોના વેક્સિનને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)તરફથી પ્રથમ અને બીજા તબક્કાના હ્યૂમન ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. આ HGCO19 વેક્સિનને પુણે સ્થિત જેનોવા બોયોફાર્માસ્યુટિકલ્સ બની રહી છે અને આ ભારતમાં mRNA ટેકનીક આધારિત કોરોનાની પ્રથમ વેક્સિન છે, જેને પ્રથમ અને બીજા તબક્કાના હ્યૂમન ટ્રાયલની મંજુરી મળી છે.
mRNA ટેકનીક શું છે ?
આ વિજ્ઞાન અને ટેકનીકી મંત્રાલયના બાયોટેકનોલોજી વિભાગના IND-CEPI મશિન હેઠળ અનુદાન પણ મળ્યું છે.
આ વેક્સિન પ્રતિરક્ષા પ્રતિક્રિયાના ઉત્પાદન કરવા માટે પારંપરિક મોડલનો ઉપયોગ કરતા નથી. mRNA ટેકનીકમાં વેક્સિનની મદદથી માનવ કોશિકાઓને જેનેટિક નર્દેશ મળે છે. જેનાથી તે વાયરસ સાથે લડવા માટે પ્રાટીન વિકસિત કરી શકે. એટલે કે, આ ટેકનીકથી બનીલે વેક્સિન શરીરા કોશિકાઓમાં એવા પ્રોટીન બને છે, જે વાયરસના પ્રોટીનની નકલ કરી શકે.તેનાથી સંક્રમણ થવા પર ઈમ્યૂન સિસ્ટમ સક્રિય થઈ જાય છે અને વાયરસને ખતમ કરવામાં મદદ મળે છે.
mRNA-આધારીત વેક્સિન વાસ્તવમાં વૈજ્ઞાનિક રૂપે એક આદર્શ વકલ્પ છે. જે તેજીથી આ મહામારી વિરુદ્ધ લડવામાં મદદગાર છે. mRNA વેક્સિનની સુરક્ષિત માનવામાં આવે છે.સાથે આ mRNA વેક્સિન સંપૂર્ણ રીતે સિન્થેટિક છે.
જેનવા આ વેક્સિનને અમેરિકાની કંપની એચડીટી બાયોટેક કોર્પોરેશનની સાથે મળીને તૈયાર કરી રહી છે. HGCO19એ પહેલાથી જ જાનવરોમાં સુરક્ષા, પતિરક્ષા,તટસ્થતા એન્ટીબોડી ગતિવિધીનું પ્રદર્શન કર્યું છે.
