ભારત બાયોટેકની કોવેક્સિનના ફેઝ-1 ટ્રાયલમાં કોઈ સાઈડ ઈફેક્ટ નહીં, વાંચો આ રિપોર્ટ

ભારત બાયોટેક(Bharat Biotech)ની કોરોના વેક્સિન કોવેક્સિન (Covaxin)ના ફેઝ 1 ના ક્લિનિકલ ટ્રાયલમાં, તે બધા ડોઝ ગ્રુપમાં તેનો સારો રિસ્પોન્સ જોવા મળ્યો છે અને કોઈ ગંભીર અથવા પ્રતિકૂળ અસર સામે આવી નથી. આ માહિતી ટ્રાયલની ઈન્ટરિમ ફાઈન્ડિગ્સથી સામે આવી છે. કોવેક્સિન ભારત બાયોટેક અને ICMR દ્વારા મળીને વિકસિત કરવામાં આવી રહી છે. આ સ્વિદેશી વેક્સિન છે.

medRxiv પ્રીપિંટ સર્વર પર ઉપલબ્ધ ફેઝ 1ના ટ્રાયલના ફાઈન્ડિગ્સ અનુસાર, કોવાક્સિનને ટ્રાયલમાં શામેલ લોકોમાં ઝડપી બાઈન્ડિંગ તથા ન્યૂટ્રલાઈજિંગ એન્ટીબોડી રિસ્પાન્સ પેદા કર્યું છે, જે કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં જોવા મળેલા રિસ્પોન્સમાં સામે આવ્યું હતું. તીવ્ર પૂર્વગ્રહની અસર દેખાઈ પરંતુ તે વેક્સિનેશન સંબંધિત નહોતી.

2થી 8 ડિગ્રી સેલ્સિયસ પર સ્ટોરેઝ

ફેઝ 1 ક્લિનિકલ ટ્રાયલ કોવેક્સિનની સલામતી અને ઈન્યૂનોજેનિસિટીનું પરીક્ષણ કરવા માટે હતું. Covaxin (BBV152) 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે સ્ટોર કરવામાં આવે છે. આ તાપમાન નેસનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ સાથે સંકળાયેલ તમામ કોલ્ડ સ્ટોરેજ સાથે અનુકુળ છે. કોવેક્સિનની અસરકારકતાને ધ્યાનમાં રાખીને આગળ ટ્રાયલ્સ ચાલુ છે.

આપ મેળે દૂર થઈ જશે સામાન્ય સાઈડ ઈફેક્ટ

ફાઈન્ડિંગમાં સામે આવ્યું છે કે,કોવેક્સિનના પ્રથમ ફેઝ 1ના ટ્રાયલમાં પ્રથમ વેક્સિનેશન બાદ સ્થાનિક અને પ્રણાલીગત સાઈડ ઈફેક્ટ સામાન્ય હતા અને ઝડપથી તેના પર કાબુ મેળવ્યો હતો. આ માટે કોઈ દવાની જરૂર નહોતી. વેક્સિનનો બીજો શોટ આપ્યા બાદ પણ આવું જોવા મળ્યું. ઈન્જેક્શન સાઇટ પર પીડા એ સામાન્ય ઈફેક્ટ હતી.

ફાઈન્ડિંગ અનુસાર, એક ગંભીર સાઈડ ઈફેક્ટ રિપોર્ટ કરવામાં આવી હતી. ટ્રાયલના એક પાર્ટિસિપેન્ટને 30 જુલાઈએ વેક્સિન અપાઇ હતી. 5 દિવસ બાદ તેણે કોવિડના લક્ષણો બતાવ્યા અને તે પોઝિટિવ જોવા મળ્યો. જોકે લક્ષણો હળવા હતા, દર્દીને 15 ઓગસ્ટના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 22 ઓગસ્ટના રોજ, ન્યુક્લિક એસિડનું પરિણામ નેગેટિંવ આવ્યા બાદ તેને રજા આપવામાં આવી. આ ઘટનાનું કારણ વેક્સિન નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap