શહેરા નગરપાલિકા ચૂંટણીમાં અપક્ષો અપસેટ સર્જે છે, કે ભાજપ પુનરાવર્તન કરશે ? વાંચો આ અહેવાલ

પંચમહાલ: શહેરા નગરપાલિકામાં આ વખતે કોંગ્રેસના એક પણ ઉમેદવારે ફોર્મ ન ભરતા ભારે ચર્ચા જાગી છે. તેની સામે હવે કોંગ્રેસ પ્રેરીત વિચારધારા વાળા કાર્યકરો એ ઉમેદવારી નોંધાવી છે. તેવું સૂત્રોનું કહેવું છે. શહેરા નગરપાલિકામાં કુલ 24 સભ્યો ધરાવે છે. તેમાં 6 વોર્ડનો સમાવેશ થાય છે. શહેરાનગર પાલિકામાં પરાવિસ્તારનો (ગ્રામીણ વિસ્તાર)નો પણ સમાવેશ થાય છે.

પહેલેથી જ ભાજપના શાસનવાળી ગણાતી શહેરા નગરપાલિકાને આ ચૂંટણીમાં સીધો અપક્ષોની સાથે મૂકાબલો થશે. કોંગ્રેસ દ્વારા શહેરામાં કોઈને મેન્ડેટ નથી આપવામા આવ્યા હોવાનું સાથે લોકોની લાગણીને લઈને અપક્ષોને ટેકો જાહેર કરવાનુ કહી રહ્યાં છે. હાલ ભાજપના 6 વોર્ડમા ઉભા રહેનારા ભાજપના ઉમેદવારોની સંખ્યા-39 તેમજ અપક્ષ ઉમેદવારોની સંખ્યા 30 છે. આ વખતે અપક્ષો અપસેટ સર્જે છે? કે પછી ભાજપ ફરી વિકાસના મંત્રને પુનરાવર્તિત કરે છે. તે મતદારોના મિજાજ પર નિર્ભર છે.

અપક્ષોની પેનલ કેમ ?

ભાજપમાથી ટીકીટ નહી મળનારા સૂશીલાબેન મારવાડી વોર્ડ-2માથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. સાથે શિક્ષીતયુવાનો પણ આગળ આવી રહ્યા છે.પરા વિસ્તારના સલામપૂરાના યુવાન હસમૂખ સોલંકીએ વોર્ડ-6 માથી ઉમેદવારી નોંધાવી છે.મૂસ્લિમ વિસ્તારમાથી પણ અપક્ષમાથી ઉમેદવારી યુવાઓએ નોંધાવી છે.

શહેરા નગરપાલિકાના દ્વારા વિકાસના કામોમા ગેરરીતી કરવામા આવતી હોવાનો કેટલાક સ્થાનીકો દ્વારા આક્ષેપ લગાવામા આવી રહ્યો છે.ત્યારે સત્તાધારી પક્ષ તમામ આક્ષેપોને ફગાવી રહી છે.પરાવિસ્તારમા પાણીની પાઇપલાઈન થકી સુવિધા આપવામા આવી રહી છે.તેમા આયોજન વગરનૂ કામ થઇ રહ્યુ હોવાનૂ પરાવિસ્તારમાથી લોકો જણાવી રહ્યા છે.આવાસ સહિતના લાભો જરૂરિયાત લોકોને ન મળતા હોવાનૂ લોકમૂખે ચર્ચાઈ રહ્યુ છે.પાલિકા સ્વચ્છ ભારતના અભિયાનના દાવા વચ્ચે શહેરામા સાફસફાઇને લઇને પણ પ્રશ્નો ઉભા થતા રહે છે.મૂસ્લિમ સમાજની વસ્તીવાળા વિસ્તારોમાં ગંદકીના પ્રશ્નો છે.વેપારીઓ અને પાલિકાતંત્ર વચ્ચે નડતરરૂપ દબાણોને લઇને પણ ચકમક થતી રહે છે.ત્યારે તેનો કાયમી હલ લાવવો જરૂરી છે.તેવુ સ્થાનિકોનુ કહેવુ છે.આ વખતે અપક્ષ પેનલોના ઉમેદવારો માટે પણ આટલી મોટી પાર્ટી સાથેનો મુકાબલો પણ ચેલન્જ સમાન રહેશે.અપક્ષોને સર્મથન કરનારાઓ એવી આશા રાખી રહ્યા છે.ડર્યા વગર લોભલાલચમા ન આવીને ફોર્મ પાછુ ન ખેચે તે જરુરી છે.જોકે ચુટણી ફોર્મની ચકાસણી બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.

યુવાનો રાજનીતીમા આવે તે સારી બાબત

ભાજપ હોય કે કોંગ્રેસ ટીકીટ માટેનો કકળાટ રહેતો હોય છે.નારાજગીનો સુર ઉભો થતો રહે છે.તેના કારણે અપક્ષમાથી દાવેદારી કરવામા આવે છે.ભાજપ- કોંગ્રેસ ભલે સગાવાદ,ભાઈ ભત્રીજાવાદ અમારામા નથી ચાલતો હોય તેમ કહેતા હોય પણ છેડા અડતા જોવા મળતા હોય છે.માનો કે ગતટર્મના ઉમેદવારની ફરી ટીકીટ નથી મળી તો તેના ભત્રીજા, જમાઇ,વહુને આપવામાં આવી હોય તેવુ પણ બનતૂ હોય છે.તેના બદલે અપક્ષ દાવેદારી કરવાનૂ યુવાનો પસંદ કરતા હોય છે.વાત કોઈ પણ હોય યુવાનો રાજકીય પાર્ટી થકી રાજનીતીમાં આવે કે પછી અપક્ષ તરીકે ચૂટણી લડીને આવે.દેશના સ્થાનિકતંત્રથી માડીને વિધાનસભા,સાસંદમાં યુવા નેતૃત્વની પ્રબળ જરૂરિયાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap