પંચમહાલ,શહેરાની મંગલીયાણા તાલૂકા પંચાયત બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા.રોહીતકુમાર પગીએ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા

શહેરા : પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા પચાયતમાં મંગલીયાણા બેઠક પર અપક્ષ ઉમેદવારે કબજો મેળવ્યો હતો.યુવાવયમાં રોહીતભાઈ પગીના નામમા ઉમેદવાર વિજેતા થતા તેમના ટેકેદારો દ્વારા તેમના વિજયના વધામણા કરવામા આવ્યા હતા.

જીલ્લા અને તાલુકા પંચાયતની ચુટણીના પરિણામો જાહેર થયા છે.આ પરિણામો ભાજપ તરફી છે. કોંગ્રેસને લોકોએ જાકારો આપ્યો છે.પરંતુ શહેરા તાલુકા પંચાયતની કુલ ૩૦ સીટ પૈકી એક બેઠક અપક્ષને ફાળે આવી છે.મગંલિયાણા તાલુકા પંચાયતની સીટ અપક્ષને ફાળે આવી છે.આ બેઠક પર ભાજપમાંથી જસવંતસિહ મગનસિંહ બારીયા,કોંગ્રેસમાંથી જયદિપસિહ આરતસિંહ પટેલ,અપક્ષમાથી નરવતસિંહ સુરસિંહ બારીયા,તેમજ રોહિતકુમાર બળવંતસિંહ પગી ચુટણીજંગમાં હતા.કાંકરી મોડલશાળા ખાતે મતગણતરી હાથ ધરવામા આવી હતી.જેમા અપક્ષ ઉમેદવાર રોહીતકુમાર પગીએ જે મગંલીયાણા ગામનારહેવાસી છે. તેઓ બાજી મારી વિજેતા જાહેર થયો હતો,રોહીતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા. ૨૪ વર્ષની ઉમરમા રાજનીતીમાં આવનાર આ યુવાને ચુટણી જીતતા તેમના સમર્થકોએ ફુલના હાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap