IND vs ENG: ચેન્નઈમાં બીજી ટેસ્ટ શ્રેણીના પ્રથમ દિવસના અંતે જાણો ટીમ ઈન્ડિયાનો સ્કોર

ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ શ્રેણીના પ્રથમ દિવસે ભારતીય ટીમે 6 વિકેટે 300 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાને આ સ્કોર સુધી પહોંચાડવામાં ઓપનર બેટ્સમેન રોહિત શર્મા અને ટીમના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેની મોટી ભૂમિકા હતી. રોહિત શર્માએ આ ઇનિંગ્સમાં 161 રન બનાવ્યા જ્યારે રહાણેએ 67 રન બનાવ્યા. બંને બેટ્સમેનો વચ્ચે ચોથી વિકેટ માટે 162 રનની મોટી ભાગીદારી નોંધાઈ હતી.

બીજી મેચના પ્રથમ દિવસની રમત સમાપ્ત થયા બાદ ટેસ્ટ ટીમના ઉપ-કેપ્ટન અજિંક્ય રહાણેએ કહ્યું, ‘અમને ખબર હતી કે આ પિચ પર પ્રથમ દિવસથી બોલને ટર્ન મળશે, તેથી ટોસ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. પ્રથમ દાવની બીજી વિકેટ માટે રોહિત શર્મા અને પુજારા વચ્ચે 85 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાઈ હતી, ત્યારબાદ મારી અને રોહિત વચ્ચે સદીની ભાગીદારી ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. રોહિતે મને બેટિંગ દરમિયાન કહ્યું હતું કે, આ વિકેટ પર સકારાત્મક રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રથમ ટેસ્ટમાં જે બન્યું તે ભૂતકાળનું હતું અને હું આ વિકેટ પર સકારાત્મક રહેવા માંગુ છું.

ઋષભ પંત 33 રને અને અક્ષર પટેલ 5 રને ક્રિઝ પર ઊભા છે. ભારત માટે રોહિત શર્માએ કરિયરની 7મી સદી ફટકારતાં 161 રન, જ્યારે વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ કરિયરની 23મી ફિફટી ફટકારતાં 67 રન કર્યા. ઇંગ્લેન્ડ માટે જેક લીચ અને મોઇન અલીએ 2-2, જ્યારે ઓલી સ્ટોન અને જો રૂટે 1-1 વિકેટ લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap