વિઠલપુરમાં દીપડો માનવ ભક્ષી બન્યો, યુવાન ખેડૂતને ફાડી ખાધા બાદ મહિલા પર કર્યો હુમલો

કિશન બાંભણિયા, ગીર સોમનાથ: ગીર વિસ્તારમાં એકા એક દીપડાઓ આદમ ખોર બની રહ્યા છે. જેને લય ગ્રામ્ય વિસ્તારો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ગઈકાલ સાંજે કોડીનારના વિઠલપુર ગામે 28 વર્ષીય યુવાન અજિતભાઈ ભેડા ગામમાં દૂધ ડેરીમાં દૂધ આપી પોતાના વાડીના મકાનમાં પરત જય રહ્યા હતા, તે સમયે વાડીના રસ્તા પર બેઠેલા ખુમખાર અને આદમખોર ગણાતા દીપડાએ તેમની બાઈક પર તરાપમાટી હુમલો કરી દેતા અજિતભાઈનું મોત નીપજ્યું હતું.

વિઠલપુર ગામે ખેડૂત યુવાન પર દીપડા એ હુમલો કરી ફાડી ખાધાના દરસ્યો એટલા ભયાનક હતા કે આસપાડના વિસ્તારના ગ્રામ્ય પંથકમાં લોકોમાં જોરદાર દહેશત ફેલાય છે. મૃતક અજિત ભાઈને બાઈક પરથી પછાડયા બાદ દીપડાએ લગભગ 200 મીટર સુધી તેને પોતાના જડબામાં ભરાવી ધસદયા હતા. જેના આસપાસના ખેતરોમાં લોહીના ખાબોચિયા ભરાયા. યુવાન ખેડૂતને કપાસના ખેતરમાં લય જય રાત ભર મેજબાની માની હતી. વહેલી સવારે જ્યારે ગામ લોકો આવ્યા તે સમયે મૃતકનું માથું ઘડથી અલગ હતું. શરીરના અનેક અંગો દીપડો ખાઈ ફરાર થઈ ચૂક્યો હતો આસપાસના ખેતર લોહીથી ખરડાયેલા દરસ્યો જોઈ ગામમાં ભારે ખોફ ફેલાયો હતો.

બીજી તરફ ગીર ગઢડાના હરમડિયા ગમે પણ મહીલા પર દીપડાએ હુમલો કરતા મહીલાને સારવારમાં ખસેડાઇ છે. વિઠલપુર ગામના લોકો અને વન વિભાગ આમને સામને થયું છે. ગામ લોકોએ ડેથ બોડી ઉપાડવા મનાય કરી જોકે, આખરે સમજાવટ બાદ ગામ લોકો શાન્ત થતા બોડીને પીએમમાં ખસેડાય ઉલ્લેખનીય છે કે, છેલા ત્રણ ચાર મહિનામાં ગીર વિસ્તારમા માનવ પર દીપડાના હુમલાઓ છાશવારે થઈ રહયા છે, તો બીજી તરત વન વિભાગ દીપડાને પકડવા નાકામ થઈ રહ્યું છે. જેને લય ગીર વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ સામે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap