ઉના શહેર તાલુકામાં આટલા હજાર લોકોએ કોરોના વેક્સીનેશન કરાવ્યું

કિશન બાંભણિયા, ગીર સોમનાથ: સમગ્ર દેશમાં કોરોના વિરૂધ્ધ સોથી મોટા વેક્સીનેશન અભિયાનનો પ્રારંભ કરેલ અને પ્રથમ દિવસથી આજ સુધી ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં તાલુકા બ્લોક હેલ્થ ઓફીસર દ્વારા વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બૂથોમાં 1143 જેટલા કર્મચારી ઓને રસી આપેલ હતી.

જ્યારે અર્બન હેલ્થ ઉના શહેરી વિસ્તારમાં 743 કર્મચારીને આ રસીકરણ કરાયું છે. આમ કુલ 1986 લોકોએ યાદી મુજબ વેક્સીનેશન લીધુ હતું. અને પોતે સંમતિ પત્ર ભરેલ હતા. આ કોરોના વેક્સીન મુકાવનાર પ્રથમ હેલ્થ વર્કર, પોલીસ ડિપાર્ટમેન્ટ, મામલતદાર નિનામા તેમજ જીલ્લા આરોગ્ય અધિકારી ડો.બામરોટીયા, બ્લોક હેલ્થ ઓફીસર, ડો.પંપાણીયા, ડો. પઢીયાર સહીતના અધિકારી હોમગાર્ડ જવાનો પણ કોરોના વેક્સીન લઇ સંક્રમણ ધટાડવા લોકોને જાગૃત કર્યા હતા. વેક્સીન રસીકરણ કર્યા બાદ કોઇપણ કર્મચારી અધિકારીને આડઅસર થવા પામેલ ન હોવાથી સફળ આ વેક્સીન લોકો લેવા આગળ આવે તેવું સૈવ વેક્સીન લેનાર અધિકારી અને કર્મચારી તમામ તાલુકા હેલ્થ કેન્દ્ર બુથ તેમજ સરકારી હોસ્પીટલો ખાતે રસીકરણ બુથો ઉભા કરાયા છે. ત્યાં સુરક્ષીત આ વેક્સીનેશન કરાય રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap