ઉના: 27 વર્ષીય યુવાનને બે શખ્સોએ લોખંડના પાઇપ મારી કરી હત્યા, જાણો કારણ

કિશન બાંભણિયા,ગીર સોમનાથ: ઉનાના ગુંદાળા ગામે દેવીપુજક યુવાન કોઇ કામધંધો કરતો ન હોય અને શ્રમિક પરીવારના સભ્યો મજુરી કામ કરી પૈસા કમાવી લાવતા હોય તે પૈસા વાપરી નાખતા પરીવારના વડીલોએ ઠપકો આપતા ગાળો બોલવા લાગતા આ ગાળો બોલવાની પાડોસમાં રહેતા શખ્સે ના પાડતા બોલાચાલી થતાં દેવીપુજક યુવાનને પાડોસમાં રહેતા બે શખ્સોએ લોખંડનો પાઇપ માથામાં મારી ઢીમઢાળી દેતા પોલીસ ધટના સ્થળે દોડી જઇ હુમલાખોર બન્ને શખ્સોની ધરપકડ કરવામાં આવેલ છે.

પ્રાપ્ત વિગત મુજબ ગુંદાળા ગામે રહેતા મનુભાઇ વીરાભાઇ સોલંકી દેવીપુજક ઉ.વ.51 રહે ગુંદાળા વાળાએ પોલીસમાં નોધાવેલ ફરીયાદમાં જણાવેલ કે પોતાના પરીવાર સાથે રહેતા હોય અને તેમની સાથે તેમના સાવકા ભાઇ જેન્તીભાઇ વીરાભાઇ સોલંકી અને તેના દિકરા પણ સાથે રહેતા હોય આ શ્રમિક પરીવાર સાથે મળીને મજુરી કરી ગઇ કાલે રાત્રીના સમયે મજુરીના પૈસા લઇ ધરે આવતા અને આ પૈસા જેન્તીભાઇ વીરાભાઇ સોલંકીના દિકરા સેડો તથા અશોકે પૈસા વાપરી નાખતા અને કોઇ ધંધો કરતા ન હોય તે બાબતે ઠપકો આપી જેમફાવે તેમ ભુંડી ગાળો આપતા હતા.

જેથી તેમના પાડોસમાં રહેતા અશરફ ઉમર નાયા રહે.ગુંદાળા તેમજ તેનો સાળો અરમાન હૈદર સંધી રહે. વિજપડી તા.સાંવરકુંડલા આ બન્ને શખ્સો આવેલા અને જેન્તીને કહેવા લાગેલ કે તુ અવાર નવાર જાહેરમાં ભુંડી ગાળો કેમ બોલે છે. તેવું કહી ઝપાઝપી કરી અશરફ ઉમરે લોખંડના પાઇપ વડે જેન્તીભાઇ વીરાભાઇ સોલંકી ઉ.વ.27 ને માથાના ભાગે જીવલેણ ધા મારી દેતા રાડારાડ પાડી નીચે પડી ગયેલ અને અરમાનએ અશરફ પાસેથી પાઇપ લઇને જેન્તીભાઇને માથામાં ધા મારી દેતા પરીવારના મનુભાઇ વીરાભાઇ સોલંકી તેમજ તેની પત્નિ કવીતાબેન તેથા પરીવારનો અન્ય સભ્યો આવી જતાં તાત્કાલીક ઇમરજન્સી 108 માં લોહીલોહાણ હાલતમાં ઉના સરકારી હોસ્પીટલે લાવતા જેન્તીનું મોત થયેલ હોવાનું તબીબે જણાવેલ હતું. આ બાબતે તાત્કાલીક ઉના પોલીસ દોડી ગયેલ અને જેન્તીભાઇના સાવકા ભાઇ મનુભાઇ વીરાભાઇની ફરીયાદ નોંધી બન્ને આરોપી અશરફ અને અરમાનની મોડી રાત્રીના ધરપકડ કરી આ બનાવની તાત્કાલીક તપાસ હાથ ધરેલ છે.  

મૃતક યુવાનની પત્નિ રીસામણે હોય ત્રણ સંતાનો નોંધારા બન્યાં

ગુંદાળા ગામના મૃતક યુવાન જેન્તીભાઇ સોલંકીને ત્રણ સંતાન હોય અને તેની પત્નિ ધણા સમયથી રીસામણે ચાલી જતાં અને જેન્તીનીં હત્યા થતાં તેના ત્રણ સંતાનોને પોતાના પિતાની હત્યા થયેલ હોય તેની જાણ સવારે થતાં આ સંતાનોએ માતા-પિતાનો છાંયો ગુમાવતા નોંધારા બન્યા છે.

ભાભીએ દિયરને દિકરા જેમ ઉછેર્યો હતો

મૃતક યુવાન જેન્તીને બચપનથી તેમના ભાભી કવિતાબેનએ દિકરાની જેમ ઉછરી મોટો કરેલ અને તેના લગ્ન પણ કરાવી આપ્યા બાદ જેન્તીની પત્નિ સંતાનો છોડી ચાલી જતાં જેન્તી અને તેના ત્રણ સંતાનોને ઉછેરી તેનું પાલન પોષણ પણ કવીતાબેન અને તેના પતિ કરતા હતાં.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap