સ્વાસ્થ્ય મંત્રાલયે અપડેટ કોરોનાના આંકડા મુજબ, સવારે 8 વાગ્યા સુધીમાં સક્રિય કેસોની સંખ્યા ઘટીને 2,08,012 થઈ ગઈ છે. જોકે, છેલ્લા 24 કલાકમાં દેશમાં આ મહામારીને કારણે 145 લોકોનાં મોત થયાં છે, જેમાં મૃત્યુઆંક વધીને 1,52,419 પર પહોંચી ગયો છે.
ભારત કોવિડ-19ના કેસની સંખ્યામાં દૈનિક અને સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો છે. 17 જાન્યુઆરીએ પૂરા થયેલા અઠવાડિયામાં દેશમાં 107,701 નવા કોરોનાના કેસ નોંધાયા હતા, જે અગાઉના અઠવાડિયાથી 14.73% નીચે છે.
મૃત્યુની વાત કરીએ તો, અગાઉના સપ્તાહમાં કુલ મૃત્યુઆંક ૧,275 હતો, જ્યારે આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, અગાઉના અઠવાડિયામાં આ સંખ્યા 1,564 હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 10 દિવસથી દૈનિક કેસલોડ 20,000 કરતા ઓછા છે.
દેશમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 2,08,012 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા 1,02,11,342 છે. આ સાથે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ રિપોર્ટ આપ્યો છે કે ગઈકાલે (17 જાન્યુઆરી) સુધી ભારતમાં કોરોના વાયરસના કુલ 18,70,93,036 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે, જેમાં ગઈકાલે 5,48,168 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ભારતે કોરનાને હરાવવા માટે રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષ વર્ધનએ રવિવારે કહ્યું કે કોવિડ -19 સામે અત્યાર સુધીમાં 2.24 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. રસીકરણ અભિયાનના બીજા દિવસે છ રાજ્યોમાં 17,000 થી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે.
રવિવારે રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવેલા છ રાજ્યોમાં આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મણિપુર અને તમિળનાડુ છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિયમિત સ્વાસ્થ્ય સેવાઓની વ્યવધાનને ઘટાડવા માટે અઠવાડિયામાં ચાર દિવસ કોવિડ -19 વેક્સિન આપવાની સલાહ આપવામાં આવી છે.
