સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ બાદ ધીમી ધારે વરસાદ

ગીર સોમનાથ,કિશન બાંભણીયા: સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં વાતાવરણે સવારથી અચાનક વાતાવરણ પલટો આવતા કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમી વરસાદ આવ્યો હતો.ગીર ગઢડા.ધોકડવા બેડીયા નગડીયા જસાધાર મહોબતપરા ગીર જંગલમા ધિમી ધારે વરસાદ નોંધાયો હતો. આ વરસાદીથી ઘઉં,ચણા, તલ, ડુંગળી અને કેરી. વગેરે જેવા પાકોને નુકસાન ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ભાવનગર શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને આકાશમાં વાદળોથી છવાઈ ગયું તો ગારીયાધાર તળાજા, મહુવામાં વાદળછાયા વચ્ચે ઝરમર છાંટા વરસ્યા હતા.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી હતી જેના પગલે ભાવનગર શહેર અને આસપાસના પંથકમાં વાતવાતમાં પલ્ટો આવ્યો અને આકાશમાં વાદળોથી ઘેરાયું હતું,
ગારીયાધાર, તળાજા અને મહુવાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો તેમજ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર છાંટા પણ વરસ્યા હતા, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાની ભીતિ સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap