રાજકોટમાં લોનના નામે છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ, અનેક લોકો ફસાયા

વિનય, પરમાર,રાજકોટ: સ્મોલ ફાઇનાન્સ કંપનીના નામે લોકોને સરળતાથી 110 % લોન આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકી સક્રિય થઇ હોય ક્રાઇમ બ્રાન્ચે રાજકોટમાં 70 જેટલા લોકો સાથે ઠગાઈ કરનાર સુરત અને રાજકોટના 4 શખ્સોને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે મુખ્ય સૂત્રધાર સુરતનો હોય તેણે સુરતમાં પણ 500 જેટલા લોકો સાથે આ પ્રકારે ઠગાઈ કરી હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટમાં રહેતા વિજય નટવરભાઈ ચૌહાણે ક્રાઇમ બ્રાન્ચમાં પોતાની સાથે લોનના નામે ઠગાઈ થઇ હોવાની ફરિયાદ નોંધાવતા ડીસીબી પીઆઇ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ વી રબારી અને તેમની ટીમે બાતમી આધારે નાના મૌવા રોડ ક્રિષ્ના પ્લાઝા કોમ્પ્લેક્ષ પ્રથમ માળે દરોડો પાડી સ્મોલ ફાઇનાન્સ નામે 110 % લોન અપાવાવની કામગીરી કરતા રાજકોટના પ્રતીક ઉરે જીગ્નેશ મહેશભાઈ પરમાર, રેલનગરના રવિ મહેશભાઈ પરમાર, મોરબી રોડ પર રહેતા મહેન્દ્ર કૂકાભાઈ કુમાવતને દબોચી લીધા હતા અને તેઓની પૂછતાછમાં સુરત રહેતા મુખ્ય સૂત્રધાર શૈલેષ ઉર્ફે સાન જેન્તીલાલ પીઠડિયાનું નામ ખુલતા તેને પણ દબોચી લઇ ઊંડાણપૂર્વક પૂછતાછ કરતા ફરિયાદી વિજયભાઈના મોબાઇલમાંથી સિમ્પલી કેસ નામની એપ્લિકેશનમાંથી દોઢ લાખની લોન મંજુર કરાવી 5842 ચાર્જ પેટે અને બાદમાં તેમના ફોનમાં નેટ બેન્કિંગ ચાલુ કરાવી 36 હજાર ઉપાડી લીધા હતાં.

તેવી જ રીતે જયશ્રીબેન સાથે 25 હજારની અને અશોકભાઈ સાથે 35 હજારની ઠગાઈ કરી હોવાનું જાણવા મળ્યું છે મહેન્દ્ર ગ્રાહકો શોધી લાવતો અને જીગ્નેશ તથા રવિ ઓફિસે લઇ આવી ઓનલાઇન નેટ બેન્કિંગ કરવા જે તે બેંકે મોકલી ગ્રાહકોના આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવી શૈલેષને સુરત મોકલી દેતા હતા તેના આધારે પૈસા બાઝાર એપમાંથી સિબિલ ચેક કરી કેવાયસી ડીટેલ મેળવી ગ્રાહકના ફોનમાં હીરો ફિન ક્રોપ ફાઈનાન્સની સિમ્પ્લિકેસ, નાવી, ફીસડોમ, કેન્ડિન્ગ કાર્ટ વગેરે કંપનીની એપમાં નાખી 30 થી 35 હજાર ખાતામાંથી ટ્રાન્સફર કરાવી લેતા હતા મોટાભાગે ગરીબ અને નિરક્ષર હોય તેવા લોકોને જટાર્ગેટ કરતા હતા રાજકોટમાં આ પ્રકારે 70 જેટલા લોકો પાસેથી ઠગાઈ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ ટોળકી લોન માટે ઓથોરાઈઝડ નહિ હોવા છતાં મંજૂરીનું કમિશન લઇ છેતરપિંડી કરતા હતા સુરતના મુખ્ય સૂત્રધાર શૈલેષે સુરતમાં પણ 500 લોકો સાથે ઠગાઈ કરી હોવાનું જાણવા મળ્યું છે આ ટોળકીના બેન્ક એકાઉન્ટ ફ્રીઝીંગ કરવા પોલીસે બેન્કને જાણ કરી છે તેમજ આ ટોળકીનો ભોગ બનેલા લોકો પોલીસનો સંપર્ક કરે તેવી અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap