રાજકોટ જિલ્લામાં તરખાટ મચાવનાર સિંહ ટોળકી પાંજરે પુરાઈ, આટલા સિંહોનું રેસ્ક્યુ કરાયું

ભાવેશ રાવલ, જૂનાગઢ: રાજકોટના જેતપુર સહિતના વિસ્તારોમાં તરખાટ મચાવનાર સિંહ ટોળકી આખરે પકડાઈ ગઈ છે. રાજકોટ વન વિભાગના સામાજીક વનીકરણ વીભાગ દ્વારા સિહોનુ રેસ્ક્યુ કરી જૂનાગઢ સકકર બાગ ખાતે મોકલવામાં આવ્યા છે. હાલ એક પુખ્ત સિંહણ અને સાત પાઠડા ઝૂના મહેમાન બન્યાં છે.

છેલ્લા થોડા સમયથી જંગલનો રાજા જંગલ છોડી પોતાની ટેરીટરી વધારવા જંગલની બહાર જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં ગિરના સિંહો પહોંચી ગયા હતાં.

રાજકોટ જિલ્લામાં તરખાટ મચાવનાર સિંહ ટોળકી પાંજરે પુરાઈ, આટલા સિંહોનું રેસ્ક્યુ કરાયું

રાજકોટ જિલ્લાના જેતપુર તેમજ આસપાસના વિસ્તારોમાં આઠ જેટલા સિંહોએ ધામા નાખ્યા હતા અને ત્યા આવેલી ગૌશાળામાં ગાયોનું મારણ કરતા તે વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો અને સિંહથી ટેવાયેલા નહીં એવા આ વિસ્તારના લોકોએ અહીંથી સિંહોને લઈ જવાની માંગ કરી હતી. ત્યારે રાજકોટ વન વિભાગના સામાજિક વનીકરણ વીભાગ દ્વારા એક પુખ્ત સિંહણ અને સાત પાઠડા એટલે સબ એડલ્ટ સિંહોનું રેસ્ક્યુ કરી જૂનાગઢ સક્કરબાગ ઝૂ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લામાં તરખાટ મચાવનાર સિંહ ટોળકી પાંજરે પુરાઈ, આટલા સિંહોનું રેસ્ક્યુ કરાયું

હાલ ઝૂમાં તમામ આઠ સિંહોને ઝૂમા અલગ રાખવામાં આવ્યા છે અને આર.એફ.ઓ નીરવ કુમાર દ્વારા તેનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે. હાલ તમામ આઠ સિંહો સુરક્ષીત છે અને તેની દેખભાળ રાખવામાં આવી રહી છે.

આવતા દીવસોમા આઠ સિંહો ને ફરી જંગલ મા છોડવા કે નહીં તે અંગે ઉપલા અધિકારી ની સુચના મુજબ નિર્ણય લેવામા આવશે. રેસક્યું કરાયેલ સિંહો દ્વારા કોઈ માનવી પર હૂમલો કરાયેલ નથી સિહો નુ રેસ્કયુ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap