વિનય પરમાર,રાજકોટ: શહેરના સદર અને ભીલવાસમના કેટલાક વિસ્તારોમાં લોહી જેવા કલરનું લાલ પાણી પાઇપલાઇનમાંથી આવતા રહેવાસીઓમાં ફફડાટ ફેલાય ગયો હતો.ભીલવાસમાં મનપા સંચાલિત કતલખાનામ કતલ થતા પશુઓના અવશેષોવાળી લોહી નિતરતી ગંદકીથી ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ જતા લોહીવાળી ગંદકી પાણીની પાઇપલાઇનમાં ભળી હોવાની દહેશત ઉભી થઇ છે.

કતલખાનામાં કતલ થતા પશુઓના અવશેષો અને લોહીવાળી ગંદકી ભૂગર્ભ ગટરમાંથી થઈને બહાર રોડ પર ઠલવાઇ હતી.લોહીની નદીઓ રોડ ઉપર વહેવા લાગી હતી.કતલખાનામાંથી માસના લોચા ભૂગર્ભ ગટરમાંથી બહાર રોડ ઉપર આવી ગયા હતા તેમજ કોઈ પણ પ્રકારની તકેદારી નહિ રાખતા ત્યાંથી પસાર થતા એક રાહદારીનું મોટર સાયકલ ખુલ્લી ગટરમાં ફસાય ગયું હતું જોકે કોઈ જાનહાની થઈ હતી નહિ.તેમજ અહીંથી પસાર થતા રાહદારીનઓને નાકે ડૂચા દઈને નીકળવું પડે તેવી દુર્દશા થઈ હતી.

સદરના કતલખાનાની મૃત પશુઓના નિકાલથી થતી ગંદકી ડ્રેનેજ લાઇન મારફત પીવાના પાણીની પાઇપલાઇનમાં ભળતી હોવાની ઘટના અગાઉ પણ અનેકવખત બની ચુકી છે. અહીં વર્ષો જૂનો ભૂગર્ભ અને પીવાના પાણીની પાઇપલાઇન બન્ને લીકેજ હોઈ કતલખાનાંમાંથી નીકળતું મૃત પશુના લોહીવાળી ગંદકી પીવાના પાણીની પાઇપલાઇનમાં મળી જાય છે.
