પશુપાલકો ચેતી જજો, અહીં ટેક્નોલોજી કાળ બની અને 11 ગાયના કમકમાટીભર્યા થયા મોત !

ભરત સુંદેશા, બનાસકાંઠા: જિલ્લાના પાલનપુર તાલુકાના કોટડા ભાખર ગામે આજે વહેલી સવારે ગાયો દોહવાના મશીનના કારણે કરંટ લાગતા અગિયાર ગાયોના મોત નિપજ્યા છે. જોકે મશીન ની બોડી સૉર્ટ થવાના કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જોકે આઘટનાં ને કારણે પશુપાલક ને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કોટડા ભાખર ગામના પશુપાલક રામસુંગભાઈ માટે આજનો દિવસ ગોઝારો સાબિત થયો છે.રામસુંગભાઈ આજે વહેલી સવારે પોતાના તબેલા માં ઉભેલી ગાયો દોહવા નિત્યક્રમ મુજબ અગિયાર ગાયો ને મશીન લગાવી દોહવા માટે ચાલુ કરતા જ અચાનક તમામ ગાયો ઢળી પડી હતી જેથી ગભરાયેલા રામસુંગભાઈ એ બૂમાબૂમ કરી મશીન બંધ કરેલ અને જોતજોતામાં તમામ અગિયાર ગાયો ના મોત થઈ ગયેલ આ ઘટનાની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા ગ્રામજનો દોડી આવેલ અને ઘટનાની જાણ યુ જી વી સી એલના અધિકારીઓને કરેલ સાથે બનાસડેરી અને દાંતીવાડા પોલિસને જાણ કરતા તેઓ પણ દોડી આવેલા અને તપાસ કરતા ગાયો દોહવા માટેનો જે વાનસુન કંપનીનો છે, તે સૉર્ટ સર્કિટ હોવાની સકયાઓ હોવાના કારણે આ ઘટના બની હોવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી.

આ ઘટનાના કારણે પશુપાલકને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે પશુપાલક રામસુંગભાઈ એ જણાવ્યું હતું કે, વહેલી સવારે મશીન લગાવતા જ ગાયો પડી ગઈ અને ગાયો મરી ગયેલ જોકે મશીનની બોડી સૉર્ટ થતા આ ઘટના બની છે. જેથી કંપની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. સાથે સવા લાખની કિંમતની એક ગાય એમ અગિયાર ગાયોની વળતર આપવામાં આવે.

એક સાથે અગિયાર ગાયો ના મોત થયાના સમાચાર વાયુગવેગે પ્રસરતા આસપાસ ના ગામોના લોકો દોડી આવી પશુપાલક ના પરિવાર ને સાંત્વના આપી હતી સાથે ગાયો દોહવાના મશીન ની કંપની સામે કાર્યવાહીની માંગ પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap