નથુ રામડા,જામનગર: જામનગર જીલ્લાનું નામ દુષ્કર્મ સાથે વણાઈ ગયું હોય તેમ વધુ એક બળાત્કારની ઘટના સામે આવી છે. આ વખતે સગા બાપે જ લોહીના સબંધને દાગ લગાવી માસુમ પુત્રીને પોતાની વાસનાંનો શિકાર બનાવી છે. શ્રમિક પરિવારની માતા વતન ગયા બાદ એકલી પુત્રીને પિતાએ પીંખી નાખતા હાહાકાર મચી ગયો છે. પોલીસે આરોપી પિતાને પકડી પાડી વિધિવત ધરપકડ કરી છે.
જામનગર જિલ્લામાં છેલ્લા બે માસના ગાળામાં દુષ્કર્મની નવમી ઘટના સામે આવી છે. જેમાં જોડિયા તાલુકાના એક ગામમાં પેટનો ખાડો પૂર્વ બહાર ગામથી આવી ખેત મજુરી કરતા પિતાએ જ પોતાની 11 વર્ષની પુત્રી પર નજર બગાડી દુષ્કર્મ આચર્યું હતું.
ગત અઠવાડિયે માતા પોતાના વતનમાં ગયા હતા દરમિયાન એકલી રહેલી માસુમ પુત્રી પર નજર બગાડી પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. માતા જયારે વતનથી પરત ફરી ત્યારે સમગ્ર ઘટનાની જાણ થઇ હતી જેને લઈને તેણીએ પુત્રીને સાથે રાખી જોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પિતાના કરતુત સામે આવી જતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપી પિતાને પકડી પાડ્યો હતો. આ બનાવે સમગ્ર જીલ્લામાં ભારે ચકચાર સાથે સનસનાટી મચાવી છે. બીજી તરફ સગા બાપે જ પુત્રી પર કુ-દ્રષ્ટ કરી હોવાથી જિલ્લાભરમાં ફિટકારની લાગણી વરસી રહી છે.
