હવે રાજકોટમાં લાગુ થયું કર્ફયૂ? કલેક્ટરે શું કહ્યું જાણો

અમદાવાદમાં બાદ હવે રાજકોટ કલેક્ટરે કોરોનાની પરિસ્થિતિ અંગે વિચારણા કરી છે. કોરોના સંક્રમણથી બચવા પૂરતી તકેદારી રાખવા કલેકટર તેમજ વહીવટી તંત્ર દ્વારા ખાસ સંદેશ પાઠવવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને લોકોને ખાસ અપીલ કરતા જણાવ્યું છે કે, દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. લોકોએ કોઈપણ પ્રકારની અફવાથી ગભરવું નહીં. રાજકોટ વાસીઓને હાલની પરિસ્થિતિમાં ખાસ સાવધાની રાખવી જોઇએ, બિનજરૂરી બહાર નીકળવું નહીં અને લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખે, માસ્ક પહેરે તેમજ વારંવાર હાથ ધોઈ કોરોના સંક્ર્મણથી સાવચેત રહે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.

આજરોજ કલેકટર રેમ્યા મોહને રાજકોટ શહેર તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે આરોગ્ય સંબંધી સમીક્ષા બેઠક યોજી હતી. હાલ વિભાગીય તંત્ર કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ હોવાનું અને તંત્ર દ્વારા તમામ ટેસ્ટિંગ બુથ શરુ કરી દેવામાં આવ્યા હોવાનું કલેકટરએ જણાવ્યું હતું.

જણાવ્યું કે હાલ રાજકોટ શહેરમાં પૂરતો મેડિકલ સ્ટાફ, વેન્ટિલેટર, દવાઓ સહીત હોસ્પિટલ્સમાં 2000 થી વધુ બેડ ઉપલબ્ધ છે.


રાજકોટમાં તમામ વોર્ડમાં ટેસ્ટિંગ બુથ તેમજ વધારાના બુથ શરુ કરવામાં આવશે. લોકો બિલકુલ ગભરાયા વગર જરૂર જણાય તો કોરોના ટેસ્ટ કરાવે તેમ ખાસ ભારપૂર્વક જણાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap