યુપીના બુલંદશહેરમાં ઝેરી દારૂ પીવાથી પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય સાતની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. બુલંદશહેર અને નોઈડાની હોસ્પિટલોમાં હજી 15 લોકો દાખલ છે.
આ ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે, તેમણે કહ્યું છે કે ગુનેગારો રાસુકા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સિનિયર અધિકારીઓને તાત્કાલિક સુચના આપી કે દરેક પીડિતને સારી સારવાર આપવામાં આવે. દોષિત ડિસ્ટિલરી વિરુદ્ધ કાર્યવાહી કરવા સુચના પણ આપવામાં આવી છે.
મોડી રાત્રે ગામમાંથી જ દારૂનો જથ્થો લેવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું અને એક ડઝનથી વધુ લોકોએ દેશી દારૂ પીધો હતો, ત્યાર બાદ શુક્રવારે સવારથી દારૂ પીનારાઓ ઉલ્ટિઓ થવા લાગી હતી, ત્યારબાદ આખું ગામ ચોંકી ગયું હતું. તબિયત બગડતી હોવાને કારણે તે લોકોને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, બધાને દિલ્હીના નોઈડાની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
અગાઉ, યુપી, લખનઉ, મથુરા અને ફિરોઝાબાદના જુદા-જુદા જિલ્લાઓમાં ઝેરી દારૂના કારણે અનેક લોકોનાં મોત નીપજ્યાં હતા. થોડા દિવસો પહેલા, ફુલપુર, પ્રયાગરાજમાં ઝેરી દારૂ પીવાને કારણે 6 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને નવેમ્બરમાં લખનઉનાં બંથરા વિસ્તારમાં સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં.
