ભુજમાં બે બાળકોનો પિતા બન્યો હેવાન, ચારે બાજુ ફટકાર વરસી રહી છે

બિમલ માંકડ, કચ્છ: ભુજનાં સુરલપીઠ રોડ પર આવેલી શ્રમજીવી વસાહતમાં રહેતા ગરીબ પરિવારની બાળકી ઘરમાં એકલી હોવાનો ગેરલાભ લઈને બે સંતાનનો પિતા શામજી દેવજી સથવારા નામનો શખ્સ ઘરની દીવાલ કૂદીને ઘરમાં ઘૂસ્યો હતો અને 11 વર્ષની કુમળી બળાને લલચાવી ફોસલાવીને વીસ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ બાળા સાથે શારીરિક અડપલા કરવાનું ચાલુ કર્યું હતું.

આવી ભયાનક હરકતથી ડરી ગયેલી બાળાએ ચીસાચીસ કરીને પાસે રહેતા પોતાના સંબંધીને ઘરે દોટ મૂકી હતી અને લોકોના ભયના કારણે આરોપી પણ ભાગવામાં સફળ થયો હતો. આ બનાવઅંગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ ગઈ કાલે મોડી રાત્રે આરોપીને ઝડપીલઇ તેના વિરુદ્ધ શારીરિક અડપલા કરવા બદલ પોકસો તેમજ આઈપીસીની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો ત્યારે માસૂમ બાળકીનો પિતા મજૂરી કામે ગયો હતો.

તેની માતા રસોઈ બનાવવા લાકડા વીણવા ગઈ હતી તેનો ગેરલાભ લેવા બે બાળકના ઢગા બાપે ૧૧ વર્ષની ફુલજેવી બાળા પર નજર બગાડી આ ગંભીરતાને લઈને આસપાસના લોકોમાં પણ દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આવા કિસ્સા સમાજમાટે લાલ બતી સમાન હોવાનું ગણગણાટ ઉઠવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap