ભાવનગરમાં કોરોના સામે રક્ષણ મેળવવા સ્પેશ્યલ પ્રકારના વિવિધ ઉકાળાનું વિતરણ કરાયુ

પાર્થ મજેઠિયા,ભાવનગર: સમગ્ર દેશમાં કોરોનાવાયરસની મહામારીએ હાહા કાર મચાવ્યો છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ કોરોના વાયરસના કેસોનો નોંધપાત્ર વધારો થયો છે, જેની સામે રક્ષણ મેળવવા નેચરોપેથિક ડોક્ટર ભરતભાઈ પરમાર દ્વારા જ્વેલ સર્કલ યુનિવર્સિટીના ગેટ પાસે દરરોજ સવારે ખાસ પ્રકારના ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે જેમાં સરગવો, લીમડો, બિટ, આમળા સહિતના ઉકાળાઓ માત્ર દસ રૂપિયામાં અનલિમિટેડ આપવામાં આવે છે.

શિયાળાની ઋતુમાં અન્ય ઋતુ કરતાં પાંચન શક્તિમાં ખૂબ જ વઘારો થવાના કારણે અડદીયો, સાની સહિત તમામ પાક ખાવાની સાથે શરીરને ચુસ્ત અને તંદુરસ્ત બનાવાની ત્રતુ પણ કહી શકાય ભાવનગરના વિકટોરીયા પાર્ક, સહિત શહેરના જોગર્સ પાર્ક અને બગીચા અને સર્કલોમાં લોકો વહેલી સવારથી વોકીંગ, જોગીંગ, વિવિઘ કસરતો કરીને ચુસ્ત અને તંદુરસ્ત રહેવા માટે વઘુ કસી રહ્યાં છે, દેશ અને દુનિયામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે ઈમ્યુનિટી પાવર વઘારવામાં ઉકાળો અકસીર સાબિત થઈ રહ્યો છે.

ભાવનગર શહેરના જ્વેલ્સ સર્કલ પાસે છેલ્લાં ઘણાં જ વર્ષોથી સવારના સમયે વિવિધ પ્રકારના ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એવામાં કોરોના વાયરસ આવતા રોગ પ્રતિકારક શક્તિમાં વઘારો થાય તેવા હેતુથી વિવિઘ ઔષધીઓમાંથી સ્પેશ્યલ કોરોનાનો ઉકાળો બનાવ્યો છે જેમાં દરરોજ વહેલી સવારે પાંચ પ્રકારના ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે, સૌથી પહેલું સુખ જાતે નર્યા આ વાતને સાર્થક કરવાના હેતુથી માત્ર 10 રૂપિયામાં પાંચ પ્રકારના ઉકાળાઓ અનલિમિટેડ પીવા માટે આપવામાં આવે છે દરરોજ 500થી વધુ લોકો લાભ લઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap