પાર્થ મજેઠીયા,ભાવનગર: ભાવનગરના હાદાનગર વિસ્તારમાં શિવ મિત્ર મંડળના નામે લોકો પાસેથી દર મહિને એક હજારનો હપ્તો લઈને મોટી રકમ એકઠી કરી લોકડાઉન દરમિયાન લોકો હપ્તો ચુકી જતા ડ્રોના આયોજકો 300 જેટલા લોકોની મોટી રકમ લઈને ભાવનગરમાંથી પલાયન થઈ ગયા, ગરીબ અને મધ્યમવર્ગના લોકોએ બચત અને પૈસા મળવાની આશામાં શિવ મિત્રમંડળના ડ્રોમાં દર મહિને રકમ જમા કરાવી હતી.
જે રકમ લઈને આયોજકો નાસી જતાં માથે આભ તુટી પડ્યું હોય તેવો આઘાત લાગ્યો હતો આયોજકો રાજકોટ જતાં રહ્યાં હોવાનું સભ્યોને જાણવા મળેલ છે, મહિનાઓ બાદ આજે અચાનક આયોજકના પરિવારનો સભ્ય ટેમ્પો લઇને ઘરવખરી સરસામાન ભરવા માટે તેના ઘરે આવતા તેની જાણ પૈસા ગુમાવેલ સભ્યોને થતાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને ટેમ્પો અને તેને લઈને બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતાં.
રેખાબેન નામના મહિલા સભ્યએ બોરતળાવ પોલીસ મથકની બહાર મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમોએ બચત કરીને દર મહિને એક હજાર જમા કરાવ્યા હતા અને નાણાં પરત આપવાની મુદત પૂર્ણ થવામાં હતી તેના બે ત્રણ મહિના પહેલા જતાં રહ્યાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંઘાવવા આવ્યા છીએ પરંતુ હજુ સુધી ફરિયાદ લીઘી નથી,જશીબેન નામના સભ્યે પણ આજ પ્રકારે જણાવ્યુ હતું.
ખુબજ મોટી સંખ્યામાં લોકો બોરતળાવ ડી.ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરવા માટે એકઠા થયા છે કલાકોથી ફરિયાદ કરવા માટે પોલીસ મથકે તપ કરી રહ્યા છે પરંતું અઘિકારી હાજર નહીં હોવાથી લોકોની ફરીયાદ નોંઘાયેલ નથી.
લોકોએ ફરિયાદ કરવા માટે કલાકો સુધી ઉભુ રહેવું પડે તેને લોકશાહી કહેવાય તેવો સવાલ અંદરોઅંદર ચર્ચી રહ્યા હતા. આજા ફસાજા હેતુસર ડ્રો ચલાવતા સામે પોલીસે કડક પગલાં ભરી આવા લોકોને નેસ્ત નાબુદ કરવા જોઈએ.
