ભાવનગર: મનપાની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ મેળવા કાર્યકરોનો રાફડો ફાટ્યો, કોરોનાના નિયમોને નેવે મુકાયા

પાર્થ મજેઠીયા,ભાવનગર: મહાનગરપાલિકાની ચૂંટણી માટે ટીકીટ ઈચ્છુકો માટે ભાજપ કાર્યાલય પરથી 900 જેટલા ફાર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપ દ્વારા મોહનભાઇ કૂંડારિયા (સંસદશ્રી), જયંતીભાઈ કુવાડિયા (પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી), ઝવેરિભાઈ ઠાકરાર (પ્રદેશ મંત્રીશ્રી), હસમુખભાઈ હિંડોચા, ભરતભાઇ કાનાબાર, જૈમીનભાઈ ઉપાધ્યાય, બીનાબેન આચાર્ય, દર્શીતાબેન શાહ અને અમીબહેન પરીખ એમ નવ નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી હતી.

ભાવનગર: મનપાની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ મેળવા કાર્યકરોનો રાફડો ફાટ્યો, કોરોનાના નિયમોને નેવે મુકાયા

આજે અકવાડા સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે રુવાપરી ઝોન, તખતેશ્વર ઝોન અને ગૌરીશંકર ઝોન માટે પ્રદેશ દ્વારા નિયુક્ત નવ નિરીક્ષકઓ ત્રણ-ત્રણની ટીમમાં ભાજપમાંથી ટીકીટ ઈચ્છુકોને સાંભળી રહ્યાં હતાં.

ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો પર ભાજપમાંથી ટીકીટ મેળવવા માટે અકવાડા ગુરુકુળ ખાતે કોરોનાના નિયમોના ઘજીયા ઉડાવીને કાર્યકરો અને તેમના ટેકેદારોના ટોળેટોળા એકઠા થયા હતા.

ભાવનગર: મનપાની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ મેળવા કાર્યકરોનો રાફડો ફાટ્યો, કોરોનાના નિયમોને નેવે મુકાયા

સવારના 10 વાગ્યાથી નિરીક્ષકોની અલગ અલગ ત્રણ ટીમો દ્વારા વોર્ડ પ્રમાણે સેન્સ લેવાનું શરૂ કરવામાં આવેલ જેમાં રૂવાપરા જોનમાંથી કરચલીયા પરા, ઉતરકૃષ્ણ નગર- રૂવા અને દક્ષિણ સરદારનગર આ ત્રણ વોર્ડ જયારે તખ્તેશ્વર જોનમાં પીરછલ્લા, વડવા-અ અને કાળીયાબીડ-સિદસર -અઘેવાડા આ ત્રણ વોર્ડ અને ગૌરીશંકર જોનમાં વડવા – બ, કુંભારવાડા અને બોરતળાવ આ નવ વોર્ડના ભાજપના ટીકીટ ઈચ્છુક કાર્યકર્તાઓને સાંભળ્યા હતાં. ચૂંટણી આવી એટલે કોરોનાનું અસ્તિત્વ ન હોય તેમ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યા વગર કાર્યકરોના ટોળે-ટોળા ઉમટયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap