કિશન બાંભણિયા,ગીર સોમનાથ: વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક 11 અથવા 12 જાનયુઆરીએ યોજાઈ શકે છે. સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલના નિધનથી ચેરમેન પદ માટે નવી નિયુકિત કરવામાં આવશે.
આ બેઠકમાં કેશુભાઈ પટેલને સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધાંજલી અર્પીત કરી નવી નિયુકિત કરવામાં આવશે. 11 તથા 12 જાન્યુઆરીએ આ બેઠકમાંટ્રસ્ટી PM નરેન્દ્ર મોદી ગ્રૂહમંત્રી અમિતભાઈ શાહ પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી સચિવ પી કે લહેરી સહીત ઓનલાઇન જોડાશે. સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેનમા લાલક્રુષ્ણ અડવાણી અને હર્ષવર્ધન નિયોટીયાના નામ ચર્ચાઓ થઈ રહી છે.
