ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય, જાણો કોને મળશે ટિકિટ

ગાંધીનગર: આગામી 6 મહાનગરની ચૂંટણી અન્વયે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતામાં તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં 60 વર્ષથી વધુ વયના દાવેદારોને ટિકિટ મળશે નહી. બીજી તરફ 3 ટર્મ પુરી થઈ હોય અને ચૂંટણી માટે દાવેદારી નોંધાવી હોય તેવા દાવેદારોને ટિકિટ મળશે.

ઉલ્લખનિય છે કે, 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેની મતગણતરી 2 માર્ચના રોજ કરવામાં આવશે.

તમામ છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 1 ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. 6 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 8 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે તો 9 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap