આયુર્વેદિક ડોક્ટરોને સર્જરીની મંજૂરી આપતા IMAએ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો

સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિન (સીસીઆઈએમ)ના આદેશની વિરુદ્ધ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)એ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. સીસીઆઈએમએ આયુર્વેદિક ડોક્ટરોને સર્જરી કરવાની અનુમતી આપી છે. જેના વિરોધમાં આઇએમએ કોર્ટ પહોંચ્યા છે. આઈએમએના અધ્યક્ષ ડો.રાજન શર્માએ જણાવ્યું હતું કે, શનિવારે કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં વિનંતી કરવામાં આવી હતી કે સીસીઆઈએમએ આ સંદર્ભે આપેલા આદેશને નકારી કાઢવા જોઈએ અને જાહેર કરવું જોઈએ કે કાઉન્સિલને અધ્યયનમાં મોર્ડન મેડિસિનનો સમાવેશ કરવાનો અધિકાર નથી. છે. “

કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી

કેન્દ્ર સરકારે નવેમ્બરમાં જારી કરેલા ગેઝેટ નોટિફિકેશનમાં સુધારાની સૂચના આપી હતી અને આયુર્વેદના પી.જી. વિદ્યાર્થીઓને ઓર્થોપેડિક, નેત્રરોગવિજ્ઞાન, ઇએનટી અને ડેન્ટલ સહિત વિવિધ સામાન્ય સર્જરી અને તબીબી પ્રક્રિયાઓમાં સર્જરી કરવાની મંજૂરી આપી હતી.

નવીનતમ સુધારો આયુર્વેદના અનુસ્નાતક વિદ્યાર્થીઓને આવી કાર્યવાહી માટે ઐપચારિક તાલીમ પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે. સર્જિકલ પ્રક્રિયાઓ માટેના તાલીમ મોડ્યુલો આયુર્વેદિક અધ્યયનના અભ્યાસક્રમમાં ઉમેરવામાં આવશે.

સીસીઆઈએમએ ઈન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન) રેગ્યુલેશન્સ, 2016 માં સુધારો કર્યો છે, જેથી આયુર્વેદના પીજી વિદ્યાર્થીઓ સામાન્ય સર્જરીનો અભ્યાસ કરી શકે.

મોર્ડન મેડિસિનના ડોકટરો દ્વારા આ નિર્ણયની ટીકા કરવામાં આવી છે, જેના કારણે આઇએમએ સદસ્યો દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે.

ડોકટરોના ગ્રુપે રજૂઆત કરી

સરકારી હોસ્પિટલોમાં નોકરી કરનારાઓ સહિત લાખો ડોક્ટરોએ સીસીઆઇએમની સૂચના સામે નાના ગ્રુપમાં પ્રદર્શન કર્યા હતા.

આઇએમએ કેન્દ્રના આવા નીતિગત પગલાનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યો છે. આઇએમએ આગામી વર્ષોમાં આયુર્વેદ, યોગ અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (આયુષ)ની પરંપરાગત સિસ્ટમો સાથે આધુનિક દવાને મિશ્રિત કરવાની યોજનાઓથી નારાજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap