ગીરગઢડામાં કરોડો રૂપિયાની ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ, તંત્રના આંખ આડા કાન કેમ ?

કિશન બાંભણિયા,ગીર સોમનાથ: ગીરગઢડાની કોરોડો રૂપિયાની રોડ ટચ સરકારી ગૈચર જમીન પર ગામના પ્રતિષ્ઠીત આગેવાનો દ્વારા આ કરોડોની રકમની સરકારી ગૈચર જમીન પર 29 જેટલી દુકાનો ખડકી દઇ ગે.કા. વેચાણ કરી કરોડો રૂપિયા ભેગા કરી લીધા બાદ આ સમગ્ર પ્રકરણ બહાર આવતા હવે આ રકમ સ્મશાન અને ગૈશાળાના વિકાસમાં ખર્ચ કરવાની વાતો કરી રહ્યા છે. ત્યારે આ ગે.કા. દબાણો હટાવવા વહીવટી તંત્ર આંખ આંડા કાન કેમ કરી રહ્યા છે. તેઓ સવાલ ઉઠવા પામેલ છે.

ગીરગઢડા સરકારી સેવા સદનના આગળના ભાગે રોડ ટચ જમીન સરકારી ગૈચર નં. 32 માં આડેધડ મોટા બે માળના કોમ્પલેક્ષ અને ડેલાઓ ગે.કા. બાંધકામ કરી 182 જેટલા દબાણો ખડકી ગે.કા. જમીન વાળી લઇ લાખો રૂપિયામાં આ બાંધકામો કોઇપણ માલીકી આધારો દસ્તાવેજ રેકર્ડ વગર વેંચી નાખવામાં આવે છે. આ ઉપરાંત જામવાળા રોડ ટચ આવેલી સરકારી ગૈચર જમીન સર્વે નં.32/1 પૈકી 1/ પૈકી 1 માં સ્મશાન સમીતી બનાવી મોટા માથાઓએ 29 જેટલી દુકાનો આલીશાન બાંધ કામ કરી 3 કરોડની જમીન પર બાંધકામો કરી આ દુકાનો અંદાજીત રૂ.12 લાખના ભાવે વેંચી નાખી કરોડોની આવક કરી લીધી હોય આ બાબતે અગાઉ ગ્રામ પંચાયત અને સરકારના રેવન્યુ વિભાગે આ જમીન જુનાગઢ નવાબ વખતે 1950માં ગાયોના ચરણીયાણ માટે ગૈચર જમીન આપેલ પરંતુ મોટા માથાઓએ આ જમીન પર ડોળો ફેળવી જમીનમાં દૂકાનો ખડકી દેતા આ બાબતે ભારે વિવાદ ઉઠી રહ્યો છે.

આ બાબતે રેવન્યુ વિભાગના તમામ અધિકારી અને ગ્રામ પંચાયતના સત્તાધીશો, તલાટી મંત્રી, તાલુકા પંચાયત અધિકારી સમગ્ર જમીન પ્રકરણ સરકારી રેકર્ડ આધારીત ગૈચરણ હોવા છતાં કોઇપણ દબાણ દૂર કરવા કાર્યવાહી નહીં કરતા અધિકારી સામે પણ માંગણી ઉઠી રહી છે. આ બાબતે એવી પણ ચર્ચા ઉઠી રહી છે. આ દબાણો દૂર કરવા અને સરકારી જમીનો પર કબ્જા જમાવી બેઠેલા ભૂ.માફીયાઓના કબ્જા માંથી કરોડોની જમીનો છોડાવવા કાર્યવાહી હાથ ધરાય તે પહેલા રાજકીય દોરડા ધણધણી ઉઠતા આ 182 દબાણો અને ગૈચરની જમીનમાં બનેલી 29 દુકાનો સામે ડિમોલેશનની કાર્યવાહી અટકાવી દેવાયેલ છે.

લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી થશે કે શું ?

ગીરગઢડાના પ્રતિષ્ઠીત આગેવાનો દ્વારા સ્મશાન સમીતી બનાવી સરકારી પડતર ગૈચર જમીન પર 29 દુકાનો બનાવી રૂ.8 લાખ થી રૂ. 12 લાખ સુધીમાં દુકાનો વેહચી નાખી કરોડો રૂ.એકત્ર કરી લીધા ત્યારે સરકારી જમીન પર મિલ્કત બનાવી વેચાણ કરી નાખ્યુ ત્યારે હવે તંત્ર દ્વારા જવાબદારો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી થશે કે શું ? તેવા સવાલ ઉઠવા પામેલ છે.

ભાસ્કરના એહવાલ બાદ સરપંચને નોટીસ

સરકારી પડતર ગૈચર જમીન પર દુકાનો બનાવી વેચાણ કર્યાનો દિવ્ય ભાસ્કરમાં તા.19/12/2020ના એહવાલ પ્રસિધ્ધ થયા બાદ ગીરગઢડા ટીડીઓ દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને સવિસ્તારથી એહવાલ મોકલ્યા બાદ ગીરગઢડાના સરપંચને હોદા પરથી શા માટે દૂર ન કરવા તે અંગેની નોટીસ ડીડીઓ દ્વારા ફટકારવામાં આવેલ છે.

તંત્રની ઢીલી નિતી કે અન્ય કોઇ કારણ ?

સર્વે નંબર 32/1 પૈકી 1 / પૈકી 1 જમીન સરકારી પડતર ગૈચર હોય તેમના પર દુકાનો બનાવી તે અંગે સ્થાનિક વહીવટી તંત્રએ અહેવાલ કરેલ હોવા છતાં પણ તંત્ર પગલા ભરવામાં ઢીલી નિની અપનાવી રહી છે કે પછી અન્ય કોઇ કારણ ?..

જિલ્લા કલેક્ટર સુધી ફરીયાદ કરવામાં આવી છે

ગીરગઢડાના આગેવાનોએ સ્મશાન ગૈશાળા તેમજ ગામના વિકાસ માટે સરકારી પડતર ગૈચર જમીન પર 29 દુકાનો બનાવી વેચાણ કરી નાખ્યુ તે જગજાહેર છે અને આ અંગેની જીલ્લા કલેક્ટર સુધી ફરીયાદ કરવામાં આવેલ હોવા છતાં પણ તંત્ર કાર્યવાહી કરવામાં લાજ કાઢી રહ્યુ છે.

સમીતીમાં ભાજપ-કોંગ્રેસના આગેવાનો

ગીરગઢડામાં જે સરકારી જમીન પર દુકાનો બનાવામાં આવેલ હોય અને આ સ્મશાન સમીતીમાં ગીરગઢડા ભાજપ કોંગ્રેસના આગેવાનો હોવાથી રાજકીય આગેવાનોએ પણ ચૂપકિદી સેવી લીધેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap