કિશન બાંભણિયા,ગીર સોમનાથ: ઉનાના નવાબંદર ગામે તા.20 જાન્યુ.ના ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી વર્ષો જુની બંદરની જેટી નવી બનાવવાની માંગણીનો અંતલાવી બાંધકામનો શિલાયાન્સ કરશે. આ પ્રસંગને વિકાસનું સપ્નુ પુરૂ થવા બદલ ઉનાના વરીષ્ઠ કોંગ્રેસ ધારાસભ્ય પુંજાભાઇ વંશએ આવકારી ગુજરાતના મુખ્યમંત્રીને અભિનંદન પાઠવી આ બંદરના વિકાસની સાથે અન્ય ઉના તાલુકાની 4 થી વધુ સમસ્યા હોય તેને વહેલી તકે ઉકેલવા ભેટ સ્વરૂપે મુખ્યમંત્રી ઉના તાલુકાની પ્રજાને જાહેરાત કરીને આપે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
સક્રિટ હાઉસ ખાતે પ્રેસકોન્ફરન્સ કરી પત્રકારોને વિગત આપતા ધારાસભ્ય પુંજાભાઇ વંશએ જણાવેલ કે ધણા વર્ષોના સંધર્ષ અને રજુઆતો અનેક વિભાગોમાં માથુ પછાડી જ્યા જરૂર પડી ત્યાં ઉના તાલુકાની પ્રજાના હિતમાં માથુ નમાવ્યુ આખરે ઇશ્વર મહાન છે. તે વાત સાર્થક થયેલ અને ઉનાના નવાબંદર ગામે વહાણો લાંગરવા અને સંખ્યાઓને ધ્યાનમાં રાખીને જરૂરીત થયેલી જેટી બનાવવાના કામ કરી સાગર ખેડૂતોને પડતી મુશ્કેલી હલ કરવા મારી કર્મભૂમી પર પદયાત્રાઓ પણ કરી આ પદયાત્રા તાલુકાના વિકાસનું સપ્નુ પુરૂ કરવા માંગણી માટે હતી. અને આજે આ સાગર ખેડૂતોનું સપ્નુ નવી જેટી બનાવવાનું પુરૂ થયુ છે. અને આજે ખાતમુહુર્ત ગુજરાતના મુખ્યમંત્રી કરવા જઇ રહ્યા છે. પરંતુ ભાજપ સરકાર કદાય તેના મૂળ સ્વભાવગત પ્રમાણે તાલુકાના પ્રતિનીધી તરીકે સિનીયર ધારાસભ્ય હોવા છતાં આ સરકારી જાહેર કાર્યક્રમમાં પોટોકલ મુજબ આમંત્રિત ધારાસભ્યને કરવાના હોય પરંતુ રાજ્યના રણીધણી એવા મુખ્ય મંત્રી મારા આંગણે આવે છે. ત્યારે સ્વભાવીક રીતે મારે તેમનું સ્વાગત કરવું જોઇએ પરંતુ મને કોઇ આમંત્રણ મળેલ ન હોય તેમ છતાં મારા તાલુકાના પ્રજાકિય હિતના વિકાસ કામ કરવા માટે ઉના તાલુકામાં મુખ્ય મંત્રી પધારી રહ્યા છે. ત્યારે તેમનું હદય પૂર્વક સ્વાગત કરૂ છું. અને ભૂતકાળમાં પણ મુખ્યમંત્રીને ઉના પધારીને બંદરનું ખાતમુહુર્ત કરવા નિમંત્રણ આપેલ હતું.
ભારતીય સંસ્કારો અને સંસ્કૃતી એ કહે છેકે આપણા ધરે વડીલ તરીકે મહેમાન ચા-પાણી પીને જ્યારે ધરથી વિદાય લઇએ ત્યારે ધરના સંતાને હાથમાં કંઇક સુકનરૂપે ભેટ આપતા હોઇએ છીએ ત્યારે હું ગુજરાત રાજ્યના મુરબી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉનાના આંગણે આવે છે ત્યારે ઉનાના ભૂમિ છોડે એ વખતે કંઇક ઉના તાલુકા વિસ્તારની જે તાતી જરૂરીયાત છે તેવા સૈયદ રાજપરા ખાતે આવેલ બંદર સંપૂર્ણપણે જર્જરીત થઇ ગયેલ છે. દરીયા કાંઠા ધોવાઇ ગયા છે. વહાણો લંગારવા માટે જેટી બનાવવા ખુબજ જરૂરી હોય સૈયદ રાજપરા ખાતે નવી જેટી મંજુર કરવા તેમજ સીમર બંદરનું ડેવલોપ મેન્ટ કરવા, ખેડૂતોની ઉત્તમ સગવડતા માટે ઉત્પાદનોની સુરક્ષા કરવા ઉના તાલુકામાં એકપણ એગ્રોઇન્ડસ્ટ્રીડ ન હોય જેથી તેની સ્થાપના કરવા આ ઉપરાંત મછુન્દ્રી નદીનો પુલ જર્જરીત થઇ રહ્યો હોય આ પુલ મોટો અને પહોળો કરી બ્રિજ બનાવવા તેમજ લામધાર, શા.ડેસર થઇને વાંસોજ થી દિવ જઇ શકાય તેવો રસ્તો નેશનલ હાઇવે સાથે કનેક્ટ કરવામાં આવે તો આ બાયપાસ બનવાથી દિવ આવતા પ્રવાસીઓને મોટી રાહત મળી શકે છે. તેમજ ઉના શહેરમાં હાલ બંધ પડેલા ફિલ્ટર પ્લાન્ટના કારણે દૂષિત પીવાનું પાણી પ્રજાને મળતું હોય ફિલ્ટર વાળુ પાણી પ્રજાને મળે તે માટે શહેરમાં 3 મોટા વોટર ફિલ્ટર પ્લાન્ટ ઓવર હેડ ટેન્ક સાથેનો માસ્ટર પ્લાન્ટ આપવા તેમજ હાલમાં બની રહેલ નેશનલ હાઇવે બાયપાસના રસ્તાનું કામ પુર્ણ થયેલ હોય બાયપાસ રસ્તાનું ઉદ્ધાટન આ કાર્યક્રમની સાથે કરવામાં આવે તો ઉના શહેરની પ્રજાનો ટ્રાફીક સમસ્યાનો પ્રશ્ન હલ થઇ જશે અને લોકોને ટ્રાફિક માંથી છુટકારો મળી જશે. તેવી માંગણીઓ કંઇક ભેટ આપવા સુકનરૂપ માંગણીઓ કરી હતી.
1962 પછી પહેલીવાર નવાબંદરની પ્રજા હેલીકોપ્ટર જોશે
નવાબંદર ગામ દરીયા કિનારાના કાંઠાનું બંદર હોયો આ વિસ્તારમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો પ્રથમવાર કાર્યક્રમ ગોઠવાયો છે. અને 1962 પછી પહેલીવાર નાના એવા ગામમાં હેલીકોપ્ટર ઉતરાણ કરશે. અને ગામ લોકો નજીકની દ્રષ્ટીએ પ્રથમવાર સી એમને હેલીકોપ્ટર પર ઉતરતા નિહાળશે.
20 દિવસમાં બીજી વખત સી એમનું આગમન
ઉના તાલુકામાં કૃષિ ખેડૂતોને દિવસે વિજળી મળે તેવી યોજનાનો બીજા તબક્કાનો પ્રારંભ કરાવવા મુખ્યમંત્રી 3 જાન્યુ.ના ઉના પધારેલ હતા. અને 17 દિવસ પછી જેટીના ખાતમુહુર્ત માટે નવાબંદર આવતા હોવાથી આ તાલુકામાં દેલવાડા, ઉના, અને નવાબંદર ગામે હેલીપેડ બનાવવા પડ્યા છે.
