મને એકવાર કોરોના થઇ ગયો એટલે બસ….?

ડૉ. યોગેશ ગુપ્તા: કોવિડ19 એ રોગપ્રતિકારક શક્તિ અને માનવતા એમ બંનેની કસોટી છે. આ રોગની શરૂઆતથી હું આ સતત કહેતો આવ્યો છું. હું આજે ચર્ચા કરવા માંગુ છું તેના બે પાસા છે.

પહેલી વાત રોગપ્રતિકારક શક્તિ:
રોગચાળાની શરૂઆતથી જ જો કોઈ કમાણી કરી રહ્યું હોય કે નફો કરી રહ્યું હોય તો તે છે ફાર્મા અને હર્બલ કંપનીઓ, જેમણે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટેની અનેક જાહેરાતો અને ઓફરો માર્કેટમાં મૂકી છે,આ કંપનીઓએ સતત એનો પ્રચાર પ્રસાર કર્યો અને મોટા ભાગના લોકોએ પોતાની રક્ષા માટે કે ઈમ્યુનિટી વધારવા માટે માર્કેટમાં જે કંઈપણ અને ઉપલબ્ધ બધું લઇ જ લીધું છે. પણ આવું કરવામાં આપણે બધા રોગપ્રતિકારક શક્તિના મૂળ વિજ્ઞાનને જ ભૂલી ગયાં. રોગપ્રતિકારક શક્તિ એ શરીરમાં એક પોલીસ ની જેમ રહેતું બળ છે જેને વર્ષોના સંતુલિત આહાર અને સારી જીવનશૈલીની આવશ્યકતા હોય છે. આજકાલ ટ્વિટર અને વોટ્સએપ યુનિવર્સિટીઓમાં ઘણી બધી વસ્તુઓ ફરતી રહે છે જે દાવો કરે છે કે આના કરતા પેલું અને પેલા કરતા આ વધારે સારું છે.

એક ડૉક્ટર તરીકે મારું સૂચન છે કે આપણે ઈમ્યુનિટી બુસ્ટરની શરૂઆત કરી દેવી જોઈએ પછી એ સંતુલિત આહાર અને સારી જીવનશૈલી સ્વરૂપે કેમ ન હોય. અને આવું કરવાથી આપણી આવનારી પેઢી આવા કોઈપણ પ્રકારના રોગચાળા સામે લડવા માટે સક્ષમ હશે. અને મારી વાત માની લો કે ભવિષ્યમાં આવા બીજા અનેક પ્રકારના રોગો અને મહામારીઓ માનવજાત પર હુમલો કરશે કેમકે આપણે પ્રકૃતિને છંછેડી ને માત્ર કોંક્રિટના જંગલો બનાવ્યા છે. આપણે એના પરિણામ માટે પણ તૈયાર રહેવું જોઈએ.આપણા શરીરમાં રસાયણો, દવાઓ અને એવા કેટલાય પદાર્થો આપણે નાખતા જઈએ છે જે મોટા વાયરસની તો વાત જવાદો નાના વાયરસ સામે પણ લડી શકતા નથી.

આવા સંજોગો માં જ્યાં સુધી આ રોગચાળો છે ત્યાં સુધી મારી ફરી ને ફરી સલાહ છે કે : ફ્રેશ માસ્ક પહેરો, SOCIAL DISATANCING નું પાલન કરો અને નિયમિતપણે હાથ ધોવાનું રાખો.
નક્કામા ઇમ્યુનિટી બુસ્ટરના ચક્કરમાં ફસાશો નહિ, આમ છતાં જો તમને લાગે છે કે ઈમ્યુનિટી બુસ્ટરની તમને જરૂર છે તો તમે ઘરે બનાવેલા ઉપચાર અને પદાર્થોનો સરળતાથી ઉપયોગ કરી શકો છો.
હવે વાત માનવતાની:

હાલમાં એવા ઘણા દર્દીઓ છે જે સફળતાપૂર્વક કોવિડ ઇન્ફેક્શનથી બચી ગયા છે. મેં આવા કેટલાય લોકોને જોયા છે જે ફરીથી જૂની ઢબ પ્રમાણે રાજા શાહીથી જીવવા લાગ્યા છે. તેમના મગજમાં કંઇક એવું કંઇક આવી ગયું છે કે હવે તેમનાથી કંઇ ન થઈ શકે. અમે આ રોગથી સુરક્ષિત છીએ.પહેલા તમારા જુના અનુભવમાંથી શીખો અને સારી જીવનશૈલી જીવવાનું શરૂ કરો.
બીજી ખાસ વાત એ યાદ રાખો કે તમારી અથવા તમારી નજીકના કોઈ વ્યક્તિની બે જવાબદાર વર્તણૂકને કારણે તમે કોરોનાનો શિકાર બન્યા હતા. આ ઉપરાંત એક શક્યતા એ પણ છે કે તમે કોરોના અંગેની માર્ગદર્શિકાનું યોગ્ય રીતે પાલન નથી કર્યું. આ બધી ખામીઓ છતાં જો તમે કોરોનાથી બચી ગયા છો બહાર આવી ગયા છો તો તમારી જવાબદારી બને છે કે તમે હવે લોકોને માર્ગદર્શિકા અને બચવાના ઉપાયો અંગે જાગૃત કરો,કેમકે હજી લાખો લોકોના માથે આ ભય તોળાઈ રહ્યો છે.

ત્રીજી વાત કોરોના વોરિયર બનો. મારો કહેવાનો મતલબ એ છે કે તમે કોવિડથી બચી ગયા છો, તો 21 દિવસ પછી તમારે સરકારના પ્લાઝ્મા દાન કેન્દ્રની મુલાકાત લેવી જોઈએ અને ગંભીર કોવિડ દર્દીઓ માટે પ્લાઝ્મા દાન કરવું જોઈએ. આવું કરી ને તમે બીજા કોરોનાના દર્દીઓનું જીવન બચાવી શકો છો.કેમકે પ્લાઝ્મા convalescent therapy અસરકારક હોવાનું કહેવાય છે.

ચોથું તમે PREVENTION is BETTER THAN CURE સાવચેતી ઇલાજ કરતા સારી છે એવા મેસેજના વાહક બનો. ઓછામાં ઓછા તમારા આસપાસના લોકો સાથે વાત કરો, તમારા સોશ્યલમીડિયા એકાઉન્ટ પર સંદેશાઓ પોસ્ટ કરો અને લોકોને યોગ્ય ઉપયોગ અને માસ્ક પહેરવાની યોગ્ય રીત, હાથ ધોવાની યોગ્ય રીત અને તમામ સામાજિક અંતરથી ઉપર સમજવામાં સહાય કરો.

COVID IS JUST A VIRUS WHICH HAS NO POWER TO SURVIVE IF IT DO NOT GET A BODY TO LIVE AND GROW.

લેખક : ડૉ. યોગેશ ગુપ્તા

MD PHYSICIAN
ફોન : 99250-06256
ઈમેલ : [email protected]

One thought on “મને એકવાર કોરોના થઇ ગયો એટલે બસ….?

  1. Balanced diet and right lifestyle are best and probably the least costly ways to keep immune system in correct order.

    Thank you, Dr. Yogesh Gupta for sharing these much needed insights during this challenging times. Very helpful.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap