રાજેશ દેથલીયા,અમરેલી: જિલ્લાના વડિયા ખાતે પતિના હાથે પત્નીની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. પતિએ લોખંડની કોસ મારતા જ પત્નીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યાર બાદ પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કરતા પતિ પણ દાજયો હતો.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, પતિ પત્ની અને પુત્રના કજિયામાં મોતનો બનાવ બન્યો છે.
મૃતક પત્નીનું નામ સાકરબેન બીજલભાઈ વાઘેલા છે. સાકરબેન પોતાના પતિથી અલગ પુત્ર સાથે રહેતા હતી. આ હત્યાના બનાવને લઈને વડિયા પોલીસ સમગ્ર બનાવની તપાસ કરી રહી છે.
