ભુજના કુનરીયા ગામે પતિએ પત્ની પર કર્યો ધારીયા વડે હુમલો, જાણો કારણ

બિમલ માંકડ,કચ્છ: ભુજ તાલુકાના કુનરીયા ગામે આંગણવાડી કાર્યકર પત્ની પર પતિએ ઘકબુસટનો મારમારીને ધારીયાવડે હુમલો કરાતા આહીરપટ્ટીમાં ચકચાર મચીજવા પામી છે.

માહિતી અનુસાર,આંગણવાડી કાર્યકર શાંતાબેન દામજી શેખવા ઉ.વર્ષ.૩૮ હાલ રહે સુમરાસર (શેખવાળી) તાલુકો ભુજ ફરજપર હતા. ત્યારે સવારના ૧૧:૩૦ થી ૧૧:૪૫ વાગ્યાના અરસામાં તેનો પતિ દામજી ભીમા શેખવા ઉ.વર્ષ.૪૦ (આશરે) રહે કુનરીયા તાલુકો ભુજ વાળો દારૂપીને આંગણવાડીમાં પ્રવેશીને ફરજપર રહેલા અન્ય બે મહિલાઓને આંગણવાડી રૂમમાંથી બહાર કાઢીને તેની પત્ની શાંતાબેને તું ઘર છોડીને માવવતરે ચાલીગઈ હોવા છતાં શામાટે આંગણવાડીમાં આવી છો તેવું કઈને પ્રથમ ધકબુસટનો માર માર્યો હતો અને બાદમાં તેની પાસે રહેલ ઘાતક હથિયાર (ધારીયો) વડે ડાબાખભાપર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત શાતાબેનને સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે પરિવારજનો દ્વારા દાખલ કરાયા છે.

આ બાબતે તેના પરિવારજનોએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં વર્ષોથી તેનો પતિ દામજી દારૂપીવાની કુટેવ ધરાવે છે અને વખતોવખત મારમારે છે જે સમયજતાં અસહ્ય બનીજતાં બે પુત્રી અને એક પુત્ર સહિત પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેને આંગણવાડીમાં નોકરી ચાલુ કરી હતી અને ઘર કંકાસવધી જતાં એક મહિના પૂર્વે શાંતાબેન સંતાનો સહિત પોતાના માવતરે ચાલી ગઈ હતી.

આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનો ભય હોઈ ગામના આગેવાનો સાથે વાત કરીને શાંતાબેને આંગણવાડીમાં પોતાની ફરજ ચાલુ રાખી હતી, પરંતુ જે વાતનો ભય પરિવારજનોને હતો તે પરિણામ આજે સામે આવ્યો છે, ત્યારે ઇજાગ્રસ્તના કુટુંબીજનોએ પોલીસ પ્રસાસન પાસે માંગ કરી છે કે દામજીને ઝડપીલઇ યોગ્ય સજા કરવામાં આવે અને તેઓએ એવોભય પણ દર્શાવ્યો હતો કે સજાપૂર્ણ થયા બાદ અમારી દીકરીને જાનથી મારી નાખશે. આ બાબતે પોલીસ અને ગામના આગેવાનો અમારા પરિવારની રક્ષા કરે આ ઘટનાને પગલે આહીરપટ્ટીમાં ચકચાર મચીજવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap