બોલીવૂડ અભિનેતા રિતિક રોશન,દીપિકા પાદુકોણ અને દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદે બધી અફવાઓ પર બ્રેક લગાવી દીધો છે, કારણ કે, આજે રિતિક રોશનના જન્મદિવસ પર ફિલ્મ ‘ફાઇટર’ ની જાહેરાત કરી હતી. છે. રિતિક રોશને તેના સોશિયલ મીડિયા પર મોશન પોસ્ટર સાથે ‘ફાઇટર’ની જાહેરાત કરી છે અને સિદ્ધાર્થ આનંદના પ્રોડક્શન હાઉસ ‘MARFLIX’અને દીપિકા પાદુકોણને પ્રસ્તુત કરતી એક સ્વીટ નોટ પણ શેર કરી છે. ટ્વિટર પર વીડિયો શેર કરતી વખતે અભિનેતાએ લખ્યું, “‘ફાઇટર’ તરીકે હું માર્ફ્લિક્સની વિજનની ઝલક રજુ કરી રહું છું. દીપિકા પાદુકોણ સાથેની મારી પહેલી ઉડાનની રાહ જોઈ રહ્યો છું.’
દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ માટે ભાવુક નેટ શેર કરતા રિતિકે લખ્યું હતું કે, ‘અભિનેતા તરીકે મમતા અને સિદ્ધાર્થ આનંદની અગાઉની પ્રોડક્શન ‘MARFLIX’ને ફિલ્મ ‘ફાઈટર’ના સાથે પરિચિત કરાવતા અને ફિલ્મનો હિસ્સો બનવા પર હું ખૂબ જ ખુશ અનુભવું છું! તે ખૂબ જ વિશેષ છે … કારણ કે દિગ્દર્શક અને મિત્ર તરીકે તેની સાથે મારો સંબંધ ગાઢ બન્યો છે. હું સિદ્ધાર્થ સાથેની સફર મે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે અને ત્યારબાદ બેંગ બેંગ અને વોરમાં મને દિગ્દર્શન કરતા જોયું અને હવે તે ફાઇટર માટે નિર્માતા બન્યો છે, મારી આતુરતાને કોઈ મર્યાદા નથી. તે દીલ અને દિમાગ માટે એડ્રેનાલાઈન જેવું છે. ધન્યવાદ સિડ, મારા પર વિશ્વાસ કરવા અને ફરીથી મને પોતાનો માટે સહ મુસાફરો બનાવવા માટે.
ફિલ્મ ‘ફાઇટર’માં સિદ્ધાર્થે રિતિક રોશન અને દીપિકા પાદુકોણ બંનેને એક સાથે કાસ્ટ કર્યા છે. દીપિકા પાદુકોણ આજકાલ ફિલ્મો સાઇન કરી રહી છે અને હવે તેની લાઇનમાં બીજી મોટી ફિલ્મ જોડાઈ છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું કે, “સપના ખરેખર સાકાર થાય છે.”
