કેવો રહેશે આજનો તમારો દિવસ, જાણો આજનું રાશિ ભવિષ્ય

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: આર્થિક સંતોષ થશે, ઘરેલું તકરારનું કારણ બની શકે છે,મનોરંજનથી માનસિક થાક દૂર થશે.
વૃષભ: પૈસાની આવક સુનિશ્ચિત થશે, ભાવિ યોજનાઓ માં ખર્ચ થશે, ધાર્મિક કાર્યમાં સમય લેશો.
મિથુન: લાભની સ્થિતિ લાંબી ચાલશે નહીં, આજે આનંદના માધ્યમો પર વધુ ખર્ચ કરવામાં આવશે, પરિવારમાં શાંતિ અને સુખ રહેશે.

કર્ક: ધંધામાં નવા કરાર મળશે, જુના કામોથી ફાયદા થવાની સંભાવના છે, સારા સમાચાર મળ્યા બાદ હૃદય પ્રસન્ન થશે.
સિંહ: ઇચ્છિત કામ ન થવાને કારણે મન ગુસ્સે થઈ જશે, અગાઉ કરેલા રોકાણન લાભ મળશે,વિદ્યાર્થીઓ ને આજે માનસિક મૂંઝવણ રહે.
કન્યા: મનસ્વી વલણને કારણે નુકસાની વેઠવી પડે, પૈસા મેળવવાનું મુશ્કેલ બનશે, કૌટુંબિક ક્ષેત્રે પડકાર વધે.

તુલા: છૂટક વ્યવસાયથી ફાયદો મળશે, આર્થિક લાભમાં વિલંબ થતાં મુશ્કેલી રહેશે, સાંજનો સમય વધારે વ્યસ્ત રહેશે.
વૃશ્ચિક: વ્યસ્તતામાં વધારો થશે, આવક મધ્યમ રહેશે, ઉતાવળમાં કામથી થોડીક ભૂલ થશે.
ધનુ: ઉદારતાનો અન્ય લોકો ફાયદો ઉઠાવી શકે છે, સાવધાનીથી કામ કરવું આવશ્યક, માંગલિક કાર્યક્રમો પાછળ ખર્ચ થશે.

મકર: વ્યવસાયમાં યોગ્ય સહયોગ મળશે, ઘરેલું કામકાજમાં મુશ્કેલીઓનો અનુભવ થશે, આર્થીક ક્ષેત્રે થોડું નુકસાન થઈ શકે છે.
કુંભ: વિશિષ્ટ વિષયો જાણવાની ઇચ્છા થશે,માનસિક શાંતિ રાખવી લાભકારક રહેશે,આર્થિક રીતે દિવસ મિશ્રિત રહેશે.
મીન: આજે તમને કોઈની મદદ લેવાનું ગમશે નહીં, કામમાં નિર્ણય બદલી શકો, આત્મવિશ્વાસ રહેશે.

•આજનું પંચાંગ•
તારીખ: ૧૩-૦૧ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–બુધવાર,
તિથી–માગશર વદ અમાસ
નક્ષત્ર–ઉત્તરાષાઢા
યોગ–હર્ષણ
કરણ–નાગવ
આજની રાશિ–ધનુ (ભ,ધ,ફ,ઢ) ૧૨:૦૪ પછી મકર (ખ,જ)
આજનું વાસ્તુ જ્ઞાન- દિશા અને તત્વો

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap