કેવો રહેશે આજનો તમારો દિવસ, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: તમારું વિવાહિત જીવન ખુશીઓથી ભરેલું રહેશે, તમે તમારી વાત સ્પષ્ટ રાખવામાં સફળ થશો, કાર્ય સ્થિર રહેશે.
વૃષભ: તમે સ્વસ્થ પણ રહેશો, તમારી સકારાત્મક વિચારસરણી જીવનમાં કેટલાક મોટા પરિવર્તન લાવી શકે છે જીવનસાથીની મદદથી તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું વિચારી શકો છો.
મિથુન: તમારામાં પરિવર્તન લાવવા માટેનો દિવસ સારો છે, તમારે આગળ વધવા માટે નવી યોજનાઓ કરવી પડી શકે છે, ધંધામાં વધારો થશે.

કર્ક: કેટલાક કામમાં ઓછા પ્રયત્નોને કારણે કાર્ય અધૂરા રહી શકે છે, મિત્રો સાથે અણબનાવની પણ શક્યતા છે, ભાઈ ભાંડુંની પ્રગતિથી આનંદ.
સિંહ: અચાનક સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ આવી શકે છે, તમારે તેમની સંપૂર્ણ કાળજી લેવી જોઈએ, સામાન્ય ધનલાભ ની શક્યતા.
કન્યા: તમારા સ્વભાવમાં ધીરજ રાખશો, તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ તમને નિરાંતે મળશે,તમારું કાર્ય નિશ્ચિતરૂપે સફળ થશે.

તુલા: કાર્યસ્થળ પર ચર્ચા ઓ થઈ શકે છે, તમારો સમય બગાડી શકે છે, નવા મહેમાનો ઘરે આવવાની સંભાવના છે.
વૃશ્ચિક: તમે માતાપિતા સાથે ધાર્મિક સ્થળની મુલાકાત લેવા જશો, તમારું સ્વાસ્થ્ય પહેલા કરતાં સારું રહેશે. તમે આસપાસના લોકો સાથે સહાનુભૂતિ રાખશો.
ધનુ: જીવનસાથી માટે દિવસ સાનુકૂળ રહેવાનો છે, સંબંધોમાં નવીનતા આવશે, તમને કોઈ સારા સમાચાર મળશે.

મકર: બાળકો તેમનો મુદ્દો તમારી સાથે શેર કરી શકે છે, તમારે ધિરાણ વ્યવહાર ટાળવો જોઈએ, ઉપરાંત ખાણી પીણીમાં ધ્યાન રાખવું.
કુંભ: તમારા સબંધીઓ તરફથી પણ તમને પૂરો લાભ મળશે, ઉદ્યોગપતિને કાર્યમાં સારી તકો મળશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે.
મીન: તમારું આદરેલું કામ નિશ્ચિતરૂપે થશે, વિદ્યાર્થીઓ માટે દિવસ મિશ્રિત થવા જઈ રહ્યો છે, મહેનતના જોરે તમને સફળતા મળશે.

•આજનું પંચાંગ•
તારીખ: ૦૨- ૦૨-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર– મંગળ વાર ,
તિથી– પોષ વદ પાંચમ
નક્ષત્ર– હસ્ત
યોગ– ધૃતિ
કરણ– તૈતિલ
આજની રાશિ– કન્યા (પ,ઠ,ણ)

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap