રાજ્યમાં વકીલો પર વધતા અત્યાચારથી વકીલો ખફા, જાણો મોરબીના વકીલોએ કેવી રીતે વિરોધ નોંધાવ્યો ?

રવિ નિમાવત મોરબી: સમગ્ર ગુજરાત રાજ્યમાં વકીલોની હત્યા, હુમલાના બનાવો વારંવાર બનતા રહે છે. જેથી વકીલોમાં નારાજગી જોવા મળે છે. વકીલોની સલામતી ન હોય જેથી નારાજ વકીલો વિરોધ નોંધાવી રહ્યા છે, જેમાં આજે મોરબી બાર એસોના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહીને વિરોધ નોંધાવ્યો હતો.

તાજેતરમાં ભરૂચના એડવોકેટની હત્યા તેમજ લીંબડીના સીનીયર એડવોકેટ પર હુમલાના બનાવો બન્યા હોય, જેનો મોરબી બાર એસો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. મોરબી ડીસ્ટ્રીકટ બાર એસોના પ્રમુખ ડી આર અગેચણીયા, વાઈસ પ્રેસિડેન્ટ એ એસ સરડવા, સેક્રેટરી એમ એચ દવે અને જોઈન્ટ સેક્રેટરી એ કે પારેખ સહિતનાની ઉપસ્થિતિમાં મોરબી બાર એસોમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતમાં વકીલો પરના અત્યાચારની ઘટનાને વખોડવામાં આવી છે.

ભરૂચ કોર્ટમાં પ્રેક્ટીસ કરતા જશુભાઈ જાદવ નામના એડવોકેટની હત્યા કરવામાં આવી હોય. જયારે લિંબડી બારના ભૂતપૂર્વ પ્રમુખ અને સીનીયર એડવોકેટ બી જે પટેલની ઓફિસમાં લુખ્ખા તત્વો દ્વારા આંખમાં મરચું છાંટી ઘાતક હુમલો કરવાની ઘટના બની હોય જે બંને ઘટનાઓને વખોડી કાઢવામાં આવી છે. તેમજ મોરબી બાર એસો દ્વારા ઠરાવ કરીને કોર્ટ કાર્યવાહીથી વકીલો અલિપ્ત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap