નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસના અવસરે પોલીસ કર્મચારીઓને આપવામાં આવતા વીરતા પુરસ્કારો અને સર્વિસ એવોર્ડની યાદી જાહેર કરવામાં આવી છે. ગૃહ મંત્રાલય 215 કર્મચારીઓની વીરતા માટે પોલીસ મેડલ, 80ને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, વિશિષ્ટ સેવા માટે અને 631ને પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. આ યાદીમાં ગુજરાતના કોઈપણ પોલીસકર્મીને ગેલેન્ટ્રી મેડલ મળ્યું નથી. પરંતુ બે કર્મીને રાષ્ટ્રપતિ મેડલ અને 17 કર્મીને પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. આમ ગુજરાત પોલીસમાં ટોટલ 19 મેડલ આવશે.
આ યાદીમાં ઉત્તર પ્રદેશમાં 23 પોલીસકર્મીઓને ગેલેન્ટ્રી, 6ને રાષ્ટ્રપતિ પદક અને 73ને પોલીસ મેડલ એનાયત થશે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરમાં 81ને ગેલેન્ટ્રી, એકને રાષ્ટ્રપતિ પદક અને 12ને પોલીસ પદક એનાયત થશે. બીજી તરફ, મહારાષ્ટ્રના 14 કર્મીઓને ગેલેન્ટ્રી, 5ને રાષ્ર્ડપતિ પદક અને 39ને પોલીસ પદક એનાયત થશે.

તેની સાથે જ સીબીઆઈથી 32 અને NAIથી 5 અધિકારી સન્માનિત કરવામાં આવશે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર યાદીમાં મહારાષ્ટ્રના 58, મણિપુરના 7, મિઝોરમના 3, નાગાલેન્ડના 2, ઓડિશાના 14, પંજાબના 15, રાજસ્થાનના 18, સિક્કિમના 2, તમિલનાડુના 23, તેલંગાનાના 14, ત્રિપુરાના 6, ઉત્તરાખંડના 4, પશ્ચિમ બંગાળના 21 કર્મીઓને વિભિન્ન શ્રેણીઓમાં વીરતા પુરસ્કાર એનાયત કરાશે.
કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહથી 2, ચંદીગઢથી 1, દિલ્હીથી 35, લક્ષ્યદ્વીપતી 2 અને પુડ્ડુચેરીના 1 પોલીસકર્મીને સન્માનિત કરવામાં આવશે.
