હિના ખાને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની શ્રેષ્ઠ તસવીરો સાથે તેના કેટલાક વીડિયો પણ શેર કર્યા છે. જેમાં તે તેના પૂરા પરિવાર અને બોયફ્રેન્ડ સાથે ચિલિ કરતી જોવા મળી રહી છે.
ફેમસ ટીવી એક્ટ્રેસ હિના ખાન આ દિવસોમાં વેકેશનની એન્જોય કરી રહી છે. આ વિશેષ વેકેશન માટે અભિનેત્રીએ માલદીવની પસંદગી કરી છે. હિના અહીં તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ અને પરિવાર સાથે પહોંચી છે. આ સમય દરમિયાન, અભિનેત્રીએ તેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. આ સમય દરમિયાન અભિનેત્રીના ચાહકો પણ ખૂબ ઉત્સાહિત છે.
અભિનેત્રીએ તેના કેટલીક ખાસ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. તે તસવીરોમાં અભિનેત્રી પ્રિન્ટેડ સમર આઉટફીટમાં જોવા મળી હતી, તેણીએ સ્લીપર્સ, સનગ્લાસીસ અને ટોપી કેરી કરી હતી. આ પહેલા અભિનેત્રીએ પોતાના ફોટામાં એત જહાંજની તસવીર શેર કરી હતી.
અભિનેત્રીએ તેના કેટલીક વીડિયોઝ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યા છે. હિનાએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ફોટોગ્રાફ્સ પોસ્ટ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ તે હવે માલદીવથી તેના પરિવાર સાથે તસવીર શેર કરી રહી છે.
હિનાએ માલદીવમાં પોતાની હોટલની સુંદર તસવીરો પણ શેર કરી છે. હિનાએ તેની કેટલીક સેલ્ફી પણ પોસ્ટ કરી છે. જેમાં તેનો પરિવાર પણ નજરે પડે છે.
