અરે તમે મને ઓળખ્યો કે નહીં ?, નામ વિશે આ માહિતી જાણી મજા પડી જશે !

‘અરે તમે મને ઓળખ્યો કે નહીં? ‘ પ્રશ્ન સાંભળી સાહેબ જરા ઝંખવાઈ ગયા. પ્રશ્ન પૂછનાર સામું જોઈ તેને ઓળખવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ વ્યર્થ. કશું યાદ ન આવતા દિલગીર થઈ કહે, ‘ સોરી..કાંઈ ખ્યાલ નથી આવતો.’

પેલા ભાઈ કહે, ‘ આપણે હમણાં ગયા અઠવાડિયે બિઝનેસ ગ્રુપ મિટિંગમાં ભેગા થયેલા. કાર્ડ એક્સચેન્જ કરેલા. ડિનર સાથે લીધેલું..’ ‘ અરે હા..’ સાહેબને સ્મૃતિ થઈ ખરી પણ પેલા ભાઈ થોડા નારાજ થઈ આમતેમ વાત કરી નીકળી ગયા. માણસે માણસને યાદ રાખવાની એક સામાજિક સુટેવ કેળવવાની જરૂર છે.

નામ સાંભળવા સહેલાં છે પરંતુ તેને યાદ રાખવા હવે ખૂબ અઘરાં થતા જાય છે. ડેલ કાર્નેગીએ કહ્યું છે કે A person s name is to him or her the sweetest and most important sound in any language.

કોઈ પણ ભાષામાં બોલાયેલું પોતાનું નામ વ્યક્તિ માટે મધુરતમ અને સૌથી વધારે અગત્યનું છે.
કદાચ નામ યાદ રાખી શકાય પરંતુ ચહેરો રાખવો થોડો મુશ્કેલીભર્યું લાગે. કદાચ ચહેરો પણ યાદ રાખી શકાય પણ નામ અને ચહેરો બંનેને એક સાથે યાદ રાખવા તે તો એક પડકાર જેવું છે.

માણસને પ્રેરણા મળે તેવી વાતો વિગતો યાદ રાખવી ગમતી હોય છે. કાંઈક ગમી ગયું હોય તો તેની સ્મૃતિ કરવી સારી લાગે છે. કોઈક એવી ઘટના થઈ હોય તો તે સ્હેજે ભુલાતી નથી. બાકી તો કોઈકને મળીએ ત્યારે જેમ ટ્રેનમાં બેઠા હોઈએ ને સ્ટેશન પસાર થઈ જાય તેમ આપણી આગળથી માણસ પસાર થઈ જાય છે.

અત્યારના જમાનમાં આપણા મોબાઈલમાંથી અને મીડિયામાંથી એટલી બધી માહિતી ઠલવાય છે કે જેની કોઈ સીમા નથી રહી. તેમાં વળી નામ કેવી રીતે યાદ રહે? વળી એક નામના બે ત્રણ હોય તેથી એવાં નામો સાંભળવામાં ખૂબ સરળતા પડતી હોવાથી આપણે નામ યાદ રાખવાં વધુ પ્રયત્ન નથી કરતા. વળી જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણી શક્તિનું કેન્દ્રીકરણ બીજી ચીજો પર વધુ હોય છે એથી નામ ગૌણ થઈ જાય છે. ઘણીવાર તો શક્તિ માત્ર સામેવાળાને પ્રભાવિત કરવામાં જ વેડફાઈ જાય છે. માણસ પોતામાંથી બહાર નીકળે તો બીજામાં રસ ધરાવે ને!

ફ્રાંસના રાજા નેપોલિયન ત્રીજાને નામ યાદ રાખવાનું ગમતું. તેઓ પોતાની રાજવી જવાબદારીઓ અને બીજા ઘણાં કામોમાં વ્યસ્ત રહેતા હોવા છતાં જેને મળતા તેનું નામ અવશ્ય યાદ રાખતા. જો તેમને બરાબર ન સંભળાય તો કે ન સમજાય તો ફરી સાંભળતા. જરૂર પડે ત્યાં તેનો સ્પેલિંગ પણ પૂછી લેતા. ત્યાર બાદ વાતચીત દરમ્યાન તે વ્યક્તિને નામથી બોલાવતાં. તે કરતી વખતે તેના નામની સાથે તેના હાવભાવ, દેખાવ અને વિશેષતાઓને નોંધી લેતા. આટલું ઓછું હોય તેમ જ્યારે તેઓ એકલા પડતા ત્યારે દિવસ દરમ્યાન મળેલાં તમામ વ્યક્તિઓનાં નામ એક કાગળ પર લખતા અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરી મનમાં કાયમ માટે સંગ્રહી લેતા. પછી બોલતા. અને તે કાગળને ફાડી નાખતા. આમ તેઓ કાનથી, આંખથી અને મનથી નામ યાદ રાખતા. આધુનિક PR ટ્રેનિંગમાં લોકોને નામથી બોલાવવામાં ફાયદા છે એવું ખાસ જણાવવામાં શીખડાવવામાં આવે છે.

પ્રમુખ સ્વામી મહારાજને હજારો નામ ચહેરા સાથે બરોબર યાદ હતા. અંતરમાં રહેલી એમની ફેસબુક નેમબુક ગજબની હતી. લોકો તેનો અનુભવ કરી મંત્રમુગ્ધ થઈ જતા.

વર્ષો પહેલાં કરાંચીમાં મળેલા નરેન્દ્રભાઈને જ્યારે સ્વામીજીએ મુંબઈમાં નામ દઈ બોલાવ્યા ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા! કારણ કે તેઓ સ્વામીજીને ચાલીસ વર્ષ પછી મળતા હતા! એમના ઘણા પ્રસંગો તો એવાં છે કે જેમાં એમણે વર્ષો પછી મળતી વ્યક્તિનને તેનું નામ દઈ બોલાવી હોય અને વુળી તેના દાદા પરદાદા કાકા વગેરેનાં નામ કહી જૂના સંબંધોની સ્મૃતિ કરાવી હોય સત્સંગમાં વાળી હોય. એમના માટે પ્રત્યેક નામ વિશેષ હતાં

કાનને સ્પર્શેલાં લાખો કરોડો શબ્દ કરતાં આમ હૃદયમાં સંગ્રહારાયેલાં થોડાં ઘણાં નામ ખૂબ કામમાં આવે છે.

પાંચ પગથિયાં નામ યાદ રાખવાનાં:
1) Resolve to remember the name
2) review
3) relate
4) repeat
5) record

અરે તમે મને ઓળખ્યો કે નહીં ?, નામ વિશે આ માહિતી જાણી મજા પડી જશે !

Sadhu Amrutvadandas
( Author. Orator. Artist )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap