રાજકોટ: રાજકોટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી, લૉ કમિશનના ભૂતપૂર્વ સદસ્ય તથા ભાજપના રાજ્યસભાના સાંસદ અભયભાઈ ગણપતરામ ભારદ્વાજનું પહેલી ડિસેમ્બરના રોજ ચેન્નાઈની ખાનગી હૉસ્પિટલમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. કર્મઠ રાજનેતાની કમી રાજકીય અને સામાજીક પડી રહી હોવાની વાત ઋષીવંશી સમાજ સંઘના પ્રમુખ હેમરાજભાઇ પાડલીયાએ જણાવ્યું હતું સાથે જ તેઓએ સ્વ. અભય ભારદ્વાજને પોતાના શબ્દોલમાં શ્રદ્ધાંજલી પાઠવી છે.
હેમરાજભાઇ પાડલીયાએ લખ્યું કે…
”OBC નુ અભેદ અભય આશા કીરણ આથમીયુ, રાજધર્મની પગદંડી
રાષ્ટ્ર પ્રેમની વીરડી સુકાણી
સુકાણો ભાત્રુભાવ નો લાગણી સ્ત્રોત
અભય નીડર ગુમાવીયો લીડર
ગુમાવીયો આંસુ લુછનાર
આજ, મારી આંખલડી રે રૂવે
આંસુ ઘારા લુછનારો સાંભળે”. હેમરાજ
સાથે જ હેમરાજભાઇએ અભયભાઇ સાથેનો એક યાદગાર પ્રસંગ યાદ કરતા જણાવ્યું કે જ્યારે મુખ્યમંત્રી આવાસ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા ભોજન સમારંભ યોજાયો હતો તેમાં અભય ભારદ્વાજે ખાસ પોતાની સાથે હેમરાજભાઇને લઇ ગયા. હેમરાજભાઇએ કહ્યું કે આ બ્રહ્મ સમાજનો કાર્યક્રમ છે, આથી મને આમંત્રણ ન હતું, ત્યારે અભયભાઇએ કહ્યું કે વિજય મારો નાનો ભાઇ છે ત્યાં આમંત્રણ ના હોય તેમ કહી હેમરાજભાઇને સાથે લઇ ગયા. એટલું જ નહીં એ કાર્યક્રમમાં મારો હાથ પકડી તમામ મોટા નેતાઓ સાથે મારી ઓળખાણ પણ કરાવી કહ્યું કે આ મારા ખાસ મિત્રનો પુત્ર છે અને મારા પુત્ર સમાન છે. આમ સગા ભત્રીજાની જેમ આળખ કરાવતા હતા ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા હતા. એટલું જ નહીં જાણે મોટાભાઇ હોય એમ તેઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને કહ્યું કે હેમરાજ સાથે બેસી તેના કોઇ પ્રશ્ન હોય તો સાંભળી લો., છેલ્લે એટલું જ કહેવાનું કે અમે એક પિતાનો છાયો ગુમાવ્યો છે, અભયભાઇ હર હંમેશ કાર્યકરોને ખુશ જોવા જ ઇચ્છતા હતા.
