ત્રણ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોએ 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચ નિકાળવાની જાહેરાત કરી હતી. આ દમિયાન ખેડૂતોની ટ્રેક્ટર કૂચ પર, સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે, પોલીસને તે નક્કી કરશે છે કે, ખેડૂતોને ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી આપવી કે નહીં. તેમજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે મુલતવી રાખવામાં આવી છે. હવે આ મામલે આગામી સુનાવણી 20 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.
દિલ્હી પોલીસે ટ્રેક્ટર માર્ચને લઈને કોર્ટમાં અરજી કરી છે. કોર્ટે સંકેત આપ્યો હતો કે, દિલ્હીમાં પ્રવેશ એ કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો છે, જેને તેઓ સંબોધિત કરી શકતા નથી, ભારતના ચીફ જસ્ટિસએ કહ્યું કે, આ પાસા પર કોર્ટની દખલ ગેરસમજ કરવામાં આવી છે.
સાથે કેન્દ્ર સરકાર તરફથી હાજરી આપતા એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ કહેવુ છે કે, ખેડૂતોની ટ્રેક્ટર રેલી ગેરકાયદેસર રહેશે અને આ સમય દરમિયાન 5000 લોકો દિલ્હીમાં પ્રવેશ કરે તેવી સંભાવના છે.
રવિવારે, ખેડૂત સંગઠનોએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હીમાં સૂચિત ‘ખેડૂત પ્રજાસત્તાક પરેડ’ની રૂપરેખા સામે રાખી હતી. આ દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે આ 50 કિલોમીટરની પરેડ આઉટર રિંગ રોડ પર હશે.
ખેડૂતોની માંગ
જણાવી દઈએ કે, ખેડૂત સંગઠન કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષક ઉપજ વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા) અધિનિયમ 2020, ખેડૂત (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી અને કૃષિ સેવાઓ કરાર અધિનિયમ 2020 અને આવશ્યક ચીજવસ્તુઓ (સુધારા) અધિનિયમ 2020 પાછો ખેંચે છે. અને લઘુતમ ટેકાના ભાવે પાકની ખરીદી માટે કાનૂની ગેરંટીની માંગ કરી રહ્યા છે.
આ મુદ્દે સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે 9 રાઉન્ડની વાતચીતમાં કોઈ નક્કર પરિણામ મળ્યુ નથી.
