જૂનાગઢ ભાવેશ,રાવલ: જિલ્લા સહકારી બેંકની એક બ્રાન્ચનું ઉદ્દઘાટન કુતિયાણાના ખાતે થીયું તેની આમંત્રણ પત્રિકા કામાં નામ ન હોવાનું મનદુઃખ રાખી જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટરે બેંકના સીઇઓ તેમજ ચેરમેનની જાન થી મારી નાખવાની ધરમથિ ધમકી આપતો ફોન કરતા બેંકના સીઇઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જૂનાગઢ શહેરના બી ડિવિઝનમાં નોંધાવેલ ફરિયાદના આધારે જોઈએ તો જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની એક શાખાનું કુતિયાણા ખાતે ઉદ્દઘાટન હતું. આ ઉદ્દઘાટનની આમંત્રણ પત્રિકામાં કુતિયાણા ક્ષેત્રના ડિરેક્ટર ભીમાભાઇ મોઢાનું નામ ન હોય જેનું અંગત મનદુ:ખ રાખી બેંકના સીઇઓને એક ધમકી ભર્યો ફોન કર્યો હતો. ફોનમાં વાત કરતા બેંકના સીઇઓ કિશોર ભાઈ ભટ્ટ તેમજ બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જૂનાગઢ પોલીસે હાલ મોબાઈલમાં આપેલી ધમકીના ઓડિયો ક્લિપ લય અને ફરિયાદીના ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
