પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)ના એક નેતાની ઉત્તર પ્રદેશના હાથરસ કેસના સંબંધમાં કેરલના ત્રિવેન્દ્રમ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે. શખ્સની ઓળખ PFI મહાસચિવ, રઉફ શરીફના રૂપમાં થઈ છે. પોલીસનું કહેવું છે કે,તે ઓમાન ભાગી જવાના મૂડમાં હતો. શરીફની પૂછપરછ કરવા અને તેને યુપી લાવવા એસટીએફની એક ટીમ કેરળ જવા રવાના થઈ છે.
ઇડી અને યુપી પોલીસ બંને શરીફની શોધમાં હતા અને તેમની સામે લુકઆઉટ સર્કુલર પણ જાહેર કર્યું હતું. જ્યારે યુપી પોલીસ હાથરસ કેસની તપાસ કરી રહી છે, ત્યારે ઇડી પીએફઆઈના વિદેશી ભંડોળની તપાસ કરી રહી છે.
હાથરસમાં દલિત યુવતીની કથિત ગેંગરેપ અને હત્યા બાદ હિંસા ફેલાવવાના કાવતરામાં પીએફઆઈનું નામ સામે આવ્યું હતું. પોલીસે મથુરાથી પીએફઆઈ સાથે સંકળાયેલા ચાર યુવકોને ધરપકડ કરી હતી. મથુરાથી ધરપકડ કરાયેલ કેરળના યુવક કપ્પનના શરીફ સાથે સંબંધ છે, ત્યારબાદ યુપી પોલીસ તેની શોધમાં હતી.
રાજ્યના એડીજી કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, હાથરસ કેસ બાદ રાજ્યમાં હીંસા ભડકાવવાના ષડયંત્રમાં સંડોવાયેલા ચાર આરોપી – કેરળના મલપ્પુરમના સિદ્દીકી કપ્પન, મુઝફ્ફરનગરના અતિકુરહમાન, રામપુરના આલમ અને બહરાઇચના મસૂદ ઓક્ટોબરના રોજ મથુરાના માંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરાઈ હતી. ચારેય આરોપીઓ દિલ્હીથી હાથરસ જઈ રહ્યા હતા.
