ડિજિટલ અને પોર્ટેબલ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ પોર્ટટ્રોનિક્સે તેની નવી પ્રોડક્ટ હાર્મોનિક્સ 300 વાયરલેસ સ્પોર્ટ્સ નેકબેન્ડ ભારતમાં લોન્ચ કર્યા છે. આ નેકબેન્ડ ઇયરફોનમાં એચડી સ્ટીરિયો અવાજ સાથે એક્ટીવ નોઇઝને રદ કરવાની સુવિધા છે. આ સાથે નેકબેન્ડમાં એક સશક્ત બેટરી આપવામાં આવી છે, જે એક ચાર્જ પર 8 કલાકનો બેકઅપ આપે છે.
પોર્ટોનિક્સ હાર્મોનિક્સ 300 નેકબેન્ડમાં મોટો અવાજ માટે એચડી સ્ટીરિયા સાથે 10 મીમી ડ્રાઇવર્સ છે. આ સાથે, આ નેકબેન્ડમાં વોઇસ સપોર્ટ અને મેગ્નેટિક ઇયરબડ્સ આપવામાં આવ્યા છે. આ સિવાય આ નેકબેન્ડમાં એક મજબુત બેટરી મળશે, જે એક ચાર્જ પર 8 કલાકની બેટરી બેકઅપ આપશે.
અન્ય સુવિધાઓની વાત કરીએ તો, કંપનીએ પોર્ટ્રોનિક્સ હાર્મોનિક્સ 300 નેકબેન્ડમાં કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5.0 આપ્યું છે. આ સ્પોર્ટ્સ નેકબેન્ડને આઈપીએક્સ 4 રેટ કર્યું છે જેનો અર્થ છે કે નેકબેન્ડ વોટર અને ડસ્ટ પ્રૂફ છે.
પોર્ટનિક્સ હાર્મોનિક્સ કિંમત જાણો
પોર્ટનિક્સ હાર્મોનિક્સ 300 નેકબેન્ડની કિંમત 2,999 રૂપિયા છે અને તે સ્પોર્ટ્સ નેકબેન્ડ બ્લુ અને બ્લેક કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. આ નેકબેન્ડ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અને ઇ-કોમર્સ સાઇટ પરથી ખરીદી શકાય છે.
