બિહારમાં નીતીશકુમાર નુકસાન વેઠી રહ્યા છે તેવા સંકેત ગ્રહો આપી રહ્યા છે.આઇપીએલમાં શરૂઆતમાં જ કહ્યા મુજબ ચેન્નાઇની ટિમ બહાર થઇ ચુકી છે અને દિલ્હી અને મુંબઈ વિષે અમે શરૂઆતમાં જ જણાવેલું કે ફાઇનલ સુધી આવશે.આ ઉપરાંત ડ્રગ રેકેટમાં પણ અમે દિગ્ગજ નામો ખુલશે તેમ જણાવેલું તે મુજબ અર્જુન રામપાલ સુધી તપાસ વિસ્તરી છે.
આગામી તા.૧૧ બુધવારે રમા એકાદશી ના યોગે તથા અંકશાસ્ત્ર પ્રમાણે વિશિષ્ટ યોગ રચાઈ રહ્યો છે.જેમાં તારીખ ૧૧/૧૧/૨૦૨૦
દિનાંક ૧૧=૧+૧=૨= ચંદ્ર
માસાંક ૧૧=૧+૧=૨= ચંદ્ર
વર્ષાંક ૨૦૨૦=૨+૦+૨+૦=૪
ભાગ્યાંક ૧+૧+૧+૧+૨+૦+૨+૦=૮=શનિ
વાર અંક બુધવાર ૫
આ તારીખ આવતા અંકો
ફકત ૦,૧,૨,૫,૮
રીપીટ અંકો ફકત ૦,૧,૨
અંકશાસ્ત્ર પ્રમાણે આવા દિવસે શેરબજારમાં મોટા ચઢાવ-ઉતાર જોવા મળે તેમ જ લાંબા ગાળાના રોકાણ કરવાથી ચોક્કસ લાભ થઈ શકે.આવા શુભ દિવસે કોઈપણ સારી જગ્યાએ પોતાની થાપણો કરજે મૂકી શકાય. મહત્વના દસ્તાવેજ કરી શકાય તેમજ નાના-મોટા તમામ સરકારી કામ કાજો પરિપૂર્ણ કરી શકાય.
હવે પર્વની વાત કરીએ તો શનિવારે દિવાળી અને સોમવારે બેસતું વર્ષ થઇ રહ્યું છે.ચોપડા પૂજનના મુહૂર્ત શનિવારે બપોર પછી ૨.૨૦ થી ૪.૩૧ સુધી સાંજે ૫.૫૪ થી ૭.૩૨ અને રાત્રે ૯.૦૭ થી ૨ વાગ્યા સુધી રવિવારે વહેલી સવારે ૫.૧૬ થી ૬.૫૨ સુધી અને સવારે ૮.૧૬ થી ૧૦.૩૦ સુધી છે.
(જાણીતા જ્યોતિષી આશિષ રાવ)
