હાલોલ: પરણિતાએ સાસરિયાના ત્રાસથી નિર્દોષપુત્રની હત્યા બાદ પોતે ફાંસો ખાઈ આત્મહત્યા કરી.

હાલોલ,પંચમહાલ : પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના મોટી ઉભરવણ ગામે પતિ અને સાસરીયાઓ દ્વારા પરણિતા મ્હેણા ટોણા મારીને માનસિક ત્રાસ આપતા ગળેફાસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.પણ પરણિતાએ આત્મહત્યા કરતા પહેલા પોતાના ૮ મહિનાના
છોકરાની ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી.બનાવને લઈને પાવાગઢ પોલીસ મથકે પોલીસે સાસરિયા વિરૂધ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર વાકડીયા ગામના રહેતા રેશ્માબેનના લગ્ન મોટી ઉભરવાણ ગામના કમલેશભાઈ રાઠવા સાથે થયા હતા.તેમને સંતાનમા આઠ મહિનાનો વિહાન નામનો દિકરો હતો.રેશ્માબેનના લગ્ન બાદ તેમનો સંસાર સુખેથી ચાલતો હતો.ત્યારબાદ સાસુ સસરા તરફથી ત્રાસ આપવાનુ સારૂ કર્યુ હતુ.રેશ્માબેન તેમના ત્રાસ આપવામા આવે છે.તેની વિગત પોતાના ભાઈને જણાવી હતી. જેમા સાસુ સસરા પતિ .તુ સારુ જમવામુ બનાવતી નથી.તુ ખેતરમા કામ કરતી નથી.તુ કેમ મરી જતી નથી.કહીને અવનવાર મ્હેણાટોણા મારતા હતા.ત્યાર પછી આ મામલે બે પરિવારે ભેગા મળીને સમાધાન કર્યુ હતૂ. રેશ્માબેન પોતાના પતિ સાથે રહેવા લાગ્યા હતા.છતા પહેલા જેવી પરિસ્થીતી રહેતા આખરે પરણિતા રેશ્માબેને જીવન ટુંકાવી દેવાનો નિર્ણય લીધો લીધો. રેશ્માબેને પોતાના ૮ મહિના દિકરાનુ ગળુ દબાવીને હત્યા કર્યા બાદ પોતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.આ મામલે પાવાગઢ પોલીસ મથકે સાસુ,સસરા,પતિ વિરૂધ્ધ રેશ્માબેનના પિયર પક્ષે ફરિયાદ નોધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap