હાલોલ:કોરોનાની વકરતી જતી પરિસ્થીતીના કારણે શક્તિપીઠ પાવાગઢ મહાકાલી મંદિર વધુ ૧૦ દિવસ બંધ રાખવાનો નિર્ણય

પંચમહાલ,હાલોલ : સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ગતદિવસે ૧૨/૪/૨૧ થી તા.૨૮/૪/૨૧ સુધી હાલમાં કોરોના વાયરસ તેના બીજા તબક્કામાં બમણી ગતિએ વધતો હોવાથી, પ્રશાસન ને મંદિર ટ્રસ્ટે સંયુક્ત બેઠક યોજી નિજ મંદિરને ભાવિક ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું તે પછી આજે ફરીથી મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે કોરોના મહામારી ને ધ્યાન માં રાખી કોરોના સંક્રમણ ને અટકાવવા માટે હજુ બીજા ૧૦ દિવસ એટલે કે તા.૦૮/૦૫/૨૦૨૧ સુધી નિજ મંદિરને ભાવિક ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવશે.

પ્રાપ્ત થયેલ માહિતી મુજબ પાવાગઢ ખાતે દરરોજ હજારો ની સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે ઉમટી પડતા હોય છે જ્યારે હાલમાં કોરોના વાયરસનું સંક્રમણ બમણી ગતિએ વધી રહ્યું હોવાથી મંદિરના ટ્રસ્ટીઓ નિર્ણય લીધો છે કે આવનાર તા.૦૮/૦૫/૨૦૨૧ સુધી નિજ મંદિરને ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવનાર હોવાનું જાહેર કરવામાં આવેલ હતું.આમ યાત્રાળુઓના સ્વાસ્થ્ય ને સલામતીને ધ્યાનમાં લઈને અગમચેતીના ભાગ રૂપે લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap